• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • In Patan, In A Short Time, The Problem Of The City Dwellers Will Be Removed By Carrying Out A Campaign To Bin The Stray Cattle In The City.

પાલિકાની કામગીરી:પાટણમાં ટુંક સમયમાં શહેરમાં રખડતા ઢોરોને ડબ્બે કરવાની ઝુંબેશ હાથ ધરી શહેરીજનોની મુશ્કેલી દુર કરાશે

પાટણ3 મહિનો પહેલા

પાટણના નગરજનો માટે મુશ્કેલી રૂપ બનેલ રખડતા ઢોરોની સમસ્યાને નિવારવા પાલિકા તંત્ર એ કમર કસી છે ત્યારે શુક્રવારના રોજ પાલિકા પ્રમુખ દ્વારા રખડતા ઢોરોને પાલિકા દ્વારા પકડવા માટે ના તુટેલા પાંજરાને રીપેરીંગ કરવા માટે થનાર જરૂરી ખચૅ ને બહાલી આપી ટેન્ડર પ્રકિયા માટે સુચના આપવામાં આવી હોવાનું તેમજ નવીન પાંજરા વસાવવા માટે ની પણ કાયૅવાહી હાથ ધરી હોવાનું પાલિકાના સૂત્રો એ જણાવ્યું હતું.

છેલ્લા કેટલાક સમયથી પાટણ નગરપાલિકાનુ ઢોર ડબ્બે કરવાનું પાંજરું ક્ષતીગ્રસ્ત બનેલું હોવાના કારણે રખડતા ઢોરોને ડબ્બે કરવાની કામગીરી છેલ્લા કેટલાક સમયથી પાલિકા દ્વારા બંધ કરવામાં આવી છે જેના કારણે શહેરમાં રખડતા ઢોરો નો ત્રાસ દિવસેને દિવસે શહેરીજનો માટે અસહ્ય બની રહ્યો છે ત્યારે શહેરીજનોને આ રખડતા ઢોરોના ત્રાસ માંથી મુક્ત કરવા પાલિકા તંત્ર દ્વારા તૂટેલા પાંજરા ને રીપેરીંગ કરવા માટે શુક્રવારના રોજ પાલિકા પ્રમુખે જરૂરી ખર્ચ માટેની બહાલી આપવાની સાથે સાથે એક નવું પાંજરૂ ઉપલબ્ધ બનાવવા પણ કાયૅવાહી હાથ ધરવામાં આવનાર હોવાનુ પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલે જણાવ્યું હતું.

પાટણ નગરપાલિકા દ્વારા ક્ષતિગ્રસ્ત બનેલ પાંજરૂ રીપેરીંગ થયા બાદ અને અન્ય એક નવીન પાંજરૂ ઉપલબ્ધ બન્યા બાદ શહેરમાં રખડતા ઢોરોને ડબ્બે કરવાની ઝુંબેશ હાથ ધરી શહેરીજનોને ભોગવવી પડતી રખડતા ઢોરો ની સમસ્યા માંથી મુક્તિ અપાવવામાં આવશે તેવું પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...