ઐતિહાસિક અને સંગીતની નગરી પાટણમાં હનુમાન જયંતીના પવિત્ર પર્વે નિમિત્તે નિરવ ગાંધી મ્યુઝિક એકડેમી અને કરાઓ પરિવાર સાથે બજરંગ દળના સંયુક્ત ઉપક્રમે આયોજિત સતત 27 કલાક અને 27 મિનીટ સુધી 213 વખત 33 કલાકારોનાં સથવારે હનુમાન ચાલીસા પાઠનું પઠન કરી વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયા બુકનો ખિતાબ મેળવી સંગીતની નગરીને સોનેરી મોરપીંછ પ્રદાન કર્યું છે.
તમામ કલાકારોને પ્રમાણપત્ર, શિલ્ડ અને મોમેન્ટો એનાયત કરાયા
નિરવ ગાંધી મ્યુઝિક એકડેમી અને કરાઓ પરિવારની ગૌરવ સાળી સિદ્ધી બદલ શનિવારના રોજ શહેરના એપીએમસી હોલ ખાતે વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયા એવોર્ડ એનાયત સહિત તમામ કલાકારો તેમજ સહિયોગીઓને પ્રમાણપત્ર, શિલ્ડ અને મોમેન્ટો એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
પાટણની સિદ્ધીની સરાહના કરવામાં આવી
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ પાટણને વિશ્વ ફલક પર ગૌરવ પ્રદાન કરનાર નિરવ ગાંધી મ્યુઝિક એકડેમી અને કરાઓ પરિવાર સહિત બજરંગ દળ પાટણની સિદ્ધીની સરાહના કરી હતી સાથે પાટણની એકટીવ, જાયન્ટસ, ભારત વિકાસ પરિષદ, રોટરી કલબ પાટણ સહિતની સંસ્થાઓ દ્વારા પણ અભિવાદન કરાયું હતું.
વિવિધ મહાનુભવો કાર્યક્રમમાં હાજર રહ્યા
કાર્યક્રમમાં પાટણના ડીડીઓ અને ઈન્ચાર્જ કલેકટર ડી.એમ.સોલંકી, લાલેશભાઈ ઠક્કર, ધારપુર હોસ્પિટલનાં ઓર્થોપેડીક સજૅન ડો.મૃદેવ ગાંધી, જૈન જાગૃતિ સેન્ટર પાટણના પ્રમુખ મેહુલ દેવદત્ત જૈન, સાહિત્યકાર અશોકભાઈ વ્યાસ, વેપારી અગ્રણી મહાસુખભાઈ મોદી, એ ડીવીઝન અને બી ડિવિઝન પી આઈ સહિત પાટણ સંગીત રસીકો ઉપસ્થિતિ રહ્યા હતા. કાયૅક્રમનું સંચાલન નિરવ ગાંધી મ્યુઝિક એકડેમીનાં ટ્રસ્ટી ડો.આસુતોષ પાઠક અને આભાર વિધિ ટ્રસ્ટી યશપાલ સ્વામી અને સંજય ખમાર દ્વારા કરાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.