તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરણાં:પાટણમાં ગાંધી મૂલ્ય પ્રસારક ધનજીભાઈ વિશ્વબંધુ એવોર્ડ અંગે અન્યાયની રાવ સાથે એક દિવસીય ઉપવાસ પર ઉતર્યા

પાટણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકાર દ્વારા ગાંધી શાંતિ પુરસ્કાર ન આપ્યો હોવાથી કલેકટર કચેરી આગળ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું

વિશ્વ બંધુત્વની ભાવના તેમજ ગાંધી મૂલ્ય પ્રસારક તરીકે 83 વર્ષની જૈફ વયે પણ સમર્પિત ભાવે કામ કરી રહેલા પાટણના જિલ્લા ગાંધી પ્રસારક ધનજી ઓખાભાઈ વિશ્વબંધુ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા એવોર્ડ્સ અંગે અન્યાય કરાઈ રહ્યો હોવાના આક્ષેપ સાથે આજે બુધવારના રોજ કલેક્ટર કચેરી બહાર એક દિવસના પ્રતિક ધરણાં પર ઉતરી સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે.

આ અંગે ધનજીભાઇએ જણાવ્યું હતું કે, તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા તેમને ગાંધી શાંતિ પુરસ્કાર આપવાની દરખાસ્ત ફરીથી જિલ્લા સ્તરેથી મંગાવી હતી, પણ એવોર્ડ કે પુરસ્કાર ન આપીને વડાપ્રધાન દ્વારા તેઓની અવહેલના કરાઈ રહી છે તેવી નારાજગી સાથે તેઓ ધરણાં બેઠા છે. તેઓ શાળા-કોલેજો, સંસ્થાઓ અને ગામોમાં ગાંધી મૂલ્ય પ્રસાર અને વિશ્વ શાંતિ અંગે વ્યાખ્યાન આપીને તેમાંથી જે પુરસ્કાર મળે તેમાંથી તેમનું ગુજરાન ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...