મેઘમહેર:પાટણમાં છેલ્લા ત્રણ દિવસથી સતત ધીમીધારે અવિરત મેઘમહેર, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

પાટણ14 દિવસ પહેલા
  • શહેરમાં સવારે 6થી 2 વાગ્યા સીધી માં 3 મિમી વરસાદ પડ્યો

હવામાન વિભાગની અગાઈને પગલે પાટણમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ થઈ રહ્યો છે. ત્યારે આજે ત્રીજા દિવસે પણ દિવસ દરમાયાન વરસાદી ઝાપટા પડી રહ્યા છે. ત્યારે સાવરે 6થી 2 વાગ્યા સુધીમાં 3 મીમી વરસાદ પડ્યો હતો. બાકીના 8 તાલુકામાં વરસાદ નોંધાયો નથી.

8 તાલુકા કોરા ધાકોર
હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. પાટણ શહેરમાં વરસાદની અગાઈને પગલે છેલ્લા ત્રણ દિવસથી વરસાદ થઈ રહ્યો છે. ત્યારે આજે ત્રીજા દિવસે પણ દિવાસ દરમિયાન વરસાદી ઝાપટા પડી રહ્યા છે. વરસાદી ઝાપટા પડતા કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થયા હતાય. તો કામ અર્થે નીકળેલ લોકોને છત્રી અને રેનકોટ પહેરી નીકળવું પડ્યું હતું. ત્યારે પાટણમાં સવારે 6 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં 3 મિમી વરસાદ નોંધાયો હતો. જ્યારે સિદ્ધપુર, ચાણસ્મા, સરસ્વતી, હારીજ, સમી, શંખેશ્વર, રાધનપુર સાંતલપુરમાં વરસાદ નોંધાયો નથી.

અન્ય સમાચારો પણ છે...