તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ગંધ:પાટણમાં શ્રમજીવી વિસ્તારમાં પાણીનો નિકાલ નહીં થતાં ગંદકીનું તળાવ બન્યું

પાટણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિસ્તારમાં અતિશય દુર્ગંધ ફેલાતાં રહીશોને ઘરોમાં રહેવું પણ મુશ્કેલ બન્યું

પાટણ શહેરમાં શ્રમજીવી વિસ્તારમાં લાંબા સમયથી વરસાદી પાણી ભરાઇ રહેતા નિકાલની કોઈ વ્યવસ્થા ન કરાતાં કચરો અને છારી એકત્ર થતા ભારે ગંદકીનું તળાવ બની જતા રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. ગંદકીની દુર્ગંધ વિસ્તારમાં પ્રસરેલી રહેતા રહીશોને ઘરોમાં રહેવું પણ મુશ્કેલ બન્યું છે.પાણીના નિકાલ માટે રહીશોએ અનેક વાર પાલિકામાં રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી ન કરાતાં રહીશોમાં પાલિકા સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

પાલિકા દ્વારા આવાસ યોજના અંતર્ગત શ્રમજીવી વિસ્તારમાં ફાળવેલ ફ્લેટ વિસ્તારમાં પાણી નિકાલની વ્યવસ્થા કરેલી ન હોય લાંબા સમયથી વરસાદી પાણી ભરાતા કચરો અને લીલ થઈ જતા ગંદકીનું તળાવ બન્યું છે. જેમાંથી દિવસ ભર અતિશય દુર્ગંધ મારતાં વિસ્તારોમાં રહેતા લોકોને ઘરમાં રહેવું પણ મુશ્કેલ બન્યું છે તો વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. જેને લઈને સામાન્ય તાવ શરદી ના રોગોમાં લોકો સપડાઇ રહ્યા છે. રહીશો દ્વારા ચીફ ઓફિસર સ્થાનિક કોર્પોરેટર તેમજ પાલિકા પ્રમુખ સહિતના સત્તાધિશોને અનેકવાર રજૂઆતો કરી છે. પરંતુ વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા હોવા છતાં પાણી નિકાલ માટે કોઈપણ વ્યવસ્થા ન કરાતા રહીશોમાં પાલિકા સામે ભારે આક્રોશ ફૂટી નીકળ્યો છે.

વિસ્તારમાં રહેતાં રવિ પરમારે જણાવ્યું કે ચૂંટણી સમયે જ નેતાઓ આવે છે તે સમયે પણ અમે આ ગંદકીની સમસ્યા દૂર કરવા માટે રજૂઆત કરી હતી. પરંતુ કોઇ પક્ષો દ્વારા દરકાર લેવાઈ નથી. પાલિકામાં પણ રજૂઆતો કરી છે છતાં અમારી સમસ્યા આજદિન સુધી હલ થઈ નથી. સત્વરે આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો પાલિકામાં જઈને આક્રમક વિરોધ કરીશું.

અન્ય સમાચારો પણ છે...