મુશ્કેલી:પાટણમાં રસ્તાઓ પર આડેધડ બનાવેલા બમ્પના કારણે વાહન ચાલકો પટકાય છે

પાટણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ શહેરમાં ટીબી 3 રસ્તા નજીક વાળીનાથ ચોક જવાના માર્ગ પર મોટો બમ્પ બનાવી દેવામાં આવ્યો છે. - Divya Bhaskar
પાટણ શહેરમાં ટીબી 3 રસ્તા નજીક વાળીનાથ ચોક જવાના માર્ગ પર મોટો બમ્પ બનાવી દેવામાં આવ્યો છે.
  • પાટણ શહેરમાં નગરપાલિકા દ્વારા બનાવેલ બમ્પ વાહન ચાલકો માટે મુશ્કેલી બન્યા
  • સ્થાનીકોએ બમ્પની ચકાસણી કરી નિયમ મુજબના બનાવવા ચીફ ઓફિસરને રજૂઆત કરી

પાટણ શહેરમાં નગરપાલિકા દ્વારા હાઇવે અને સોસાયટીના રસ્તાઓ પર વળાંકમાં વાહનોના અકસ્માત ટાળવા બનાવામાં આવેલ બમ્પ અતિશય મોટા અને આડેધડ બનાવેલ હોવાથી વાહન ચાલકો પટકાતા કમર પર માઠી અસર વર્તાતા મુશ્કેલીમાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.ત્યારે વાહન ચાલકો દ્વારા પાલિકા દ્વારા સત્વરે આ તમામ બમ્પ નિયમ મુજબ અને યોગ્ય બનાવામાં આવે તેવી સ્થાનીકોએ ચીફ ઓફિસરને રજૂઆત કરી છે.

પાટણ ખાતે પાલિકા દ્વારા શહેરમાં નવીન રોડ અને અકસ્માત ઝોન વિસ્તારોમાં બમ્પ બનાવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કામગીરી દરમ્યાન શહેરમાં રસ્તાઓના વળાંકમાં રાતોરાત આડેધડ બમ્પ બનાવાયા છે. બમ્પની લંબાઈ અને પહોળાઈ બન્ને અતિશય હોઈ વાહન ચાલકોના વાહનો પટકાઇ રહ્યા છે જેના કારણે વાહન ચાલકોની કમર ઉપર અસર માઠી વર્તાઇ રહી છે.

ત્યારે સત્વરે પાલિકા દ્વારા વાહન ચાલકોની સુરક્ષા માટે બનાવામાં આવેલ તમામ નવીન બંપની ચકાસણી કરી યોગ્ય કરવાની માંગ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના (ઓ.બી.સી ડીપા )ના મહામંત્રી રણજીતસિંહ ઠાકોર સહીત વાહન ચાલકો દ્વારા ચીફ ઓફિસરને રજુઆત કરીને ફરી નવા બમ્પ બનાવવા રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...