મીઠાઈ વિતરણ:પાટણમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા જરૂરિયાત મંદ 250 બાળકોને દિવાળીની મીઠાઈ વિતરણ કરાઈ

પાટણ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એકટીવ ગ્રૂપ ઓફ પાટણ દ્વારા દીવાળી નિમિતે મીઠાઈ વિતરણ કરાઈ

પાટણની વિવિધ સેવાકીય સંસ્થાઓ ઉન્નતિ ફાઉન્ડેશન, સંકલ્પ સંસ્થા, ધ રોહિત સમાજ સહકારી મંડળી, MYSC ફાઉન્ડેશન, લોક કલ્યાણ સેવા ગૃપ, એકલવ્ય જન સેવા ટ્રસ્ટ, નવસર્જન ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે સ્નેહીજનો અને મિત્રો પાસે થી પહેરવાલાયક જુના કપડાં, બુટ ચપ્પલ એકત્રિત કરી દિવાળી પ્રસંગે જરૂરિયાતમંદ લોકો ને વિતરણ કર્યા હતા. શહેરમાં ચાલતી સ્વામી વિવેકાનંદ ફ્રી ઇવનિંગ સ્કૂલની શાખા-1 અને શાખા-2માં અભ્યાસ કરવા આવતા ગરીબ પરિવારોના જરૂયાતમંદ બાળકોને દિવાળીમાં સ્વાદીષ્ટ મીઠાઓનો સ્વાદ મળે તેવા આશ્રયથી મીઠાઈ અને નમકીનના બોક્ષ વિતરણ કરવામાં આવ્યા છે.

એકટીવ ગ્રૂપ ઓફ પાટણ દ્વારા દીવાળી પર્વ નિમિતે શાળા ના તમામ વિદ્યાર્થીઓને રાવલ એન્ટરપ્રાઈસનાં સૌજન્યથી હિતેશભાઈ રાવલ( પુર્વ પ્રમુખ એક્ટિવ ગ્રૂપ- પાટણ) દ્વારા આશરે 250થી બાળોકોને મીઠાઈ અને નમકીનના બોક્ષ વિતરણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં એક્ટીવ ગ્રુપના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, ઉપપ્રમુખ કૃષ્ણકાંત ભાઈ મોદી, નીરવ ગાંધી, નિર્મળ પટેલ, શાળાના પ્રતિનિધિ તેજસભાઈ રાવળ સહિત શાળા કમિટી સભ્ય ડૉ. પદ્માક્ષી વ્યાસ સહિતના સભ્યો હાજર રહ્યા હતાં. ઉન્નતિ ફાઉન્ડેશન ના પ્રમુખ અને જાણીતા એન્જિનિયર પરેશભાઈ મકવાણાના જન્મ દિવસ અને દિપાવલીના પ્રસંગે ડૉ.આંબેડકર બાગમાં પરેશભાઈ મકવાણાના જન્મ દિવસની ઉજવણી કરી પાટણના લીલીવાડી, સૂર્ય નગર, જી.ઇ.બી. પાસેના છાપરા તેમજ જુદા જુદા સ્લમ વિસ્તારમાં મીઠાઈ, નાસ્તો અને પહેરવાલાયક જુના કપડાં, બુટ ચપ્પલ વિતરણ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...