મહેનતનું પરિણામ:પાટણ જિલ્લામાં ધોરણ 10નું 54.29 ટકા પરિણામ આવ્યું, 139 છાત્રોએ A1 ગ્રેડ મેળવ્યો

પાટણ23 દિવસ પહેલા
  • 729 વિદ્યાર્થીઓએ A2, 1408 વિદ્યાર્થીઓએ B1 અને 2231 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો 2889 વિદ્યાર્થીઓએ C1 અને 1650 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ મેળવ્યો
  • 54.29 ટકા સાથે પાટણ રાજ્યમાં છેલ્લા ક્રમ, 139 વિદ્યાર્થીઓને A-1 ગ્રેડ, સૌથી ઓછું 26 .77 ટકા વાયડ કેન્દ્રનું સૌથી વધુ 76.73 ટકા રણુંજ કેન્દ્રનું

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે સોમવારે ધો 10 એસ.એસ.સી.નું માર્ચ-એપ્રિલ 2022માં લેવાયેલી ધો. 10ની પરીક્ષાનું પરિણામ સવારે 8 વાગે વેબસાઇટ પર ઓનલાઇન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં પાટણ જિલ્લાનું 54.29ટકા પરિણામ જાહેર થયું છે.

જિલ્લામાં 139 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પરિણામ હાંસલ કર્યુ હતું. નોંધનીય છે કે પાટણના 22 કેન્દ્રમાં 16811 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ હતી. જેમાં પાટણ 66.10, સિદ્ધપુર 56.26 રાધનપુર 47.25, ચાણસ્મા 76.88, કોઇટા 62.76,વાયડ 26.77, ધીણોજ 40. 00, હારીજ 41.31, શંખેશ્વર 39.35, વારાહી49.50, સમી 48.37, બાલીસણા 64.90, સાંતલપુર 43.45, વડાવલી38.14, કુંતાવાડા 55.08, કાકોશી 62.79, ભીલવાન 53.24, ચવેલી 45.59, ડેર 69.09, સરિયાદ 55.50, કુણઘેર 58.54 અને રણુજ76.73નું પરિણામ આવ્યું છે.

બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર થતાં જ સ્કૂલો દ્વારા પોતાના વિદ્યાર્થીઓના ઈન્ડેક્સ નંબર નાખી માર્કશીટ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢવામાં આવી હતી. તો કેટલાક વિદ્યાર્થીઓએ મોબાઈલમાં પણ પોતાનું પરિણામ જોયું હતું.

પાટણ જિલ્લામાં 10 એસ.એસ.સીનું પરિમાણ જાહેર થતાં જિલ્લાના 16811 વિદ્યાર્થીઓ પૈકી 139 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પરિણામ હાંસલ કર્યું છે. જ્યારે 727 વિદ્યાર્થીઓએ A2, 1408 વિદ્યાર્થીઓએ B1 અને 2231 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે. 2889 વિદ્યાર્થીઓએ C1 અને 1650 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 82 વિદ્યાર્થીઓએ D ગ્રેડ અને 0 વિદ્યાર્થીઓએ E1 ગ્રેડ મેળવ્યો હતો.

છેલ્લા ત્રણ વર્ષ નું પરિણામ જોઈએ તો 2019માં 59.53 આવ્યું હતું. 2020માં 56.76. આવ્યું હતું અને 2021માં 100 ટાકા પરિણામ હતું. કોરોનાના કારણે. જ્યારે 2022માં 54.29 ટકા આવ્યું છે.

A1 ગ્રેડ મેળવનાર પાટણની વિધિ પટેલનું ડોક્ટર બનવાનું સ્વપ્ન
લોડ ક્રિષ્ના સ્કૂલમાં ધો 10માં અભ્યાસ કરતી વિધિ પટેલ A1 ગ્રેડ ( 600માંથી 582 માર્ક્સ) મેળવી 99.98 PR મેળવ્યા છે. વિધિ પટેલે જણાવ્યું હતું કે, શિક્ષકોના માર્ગદર્શનથી કોઈ પણ ટ્યૂશન વગર આ માર્ક્સ શાળાના શિક્ષકોની મદદથી મેળવ્યા છે. તેમજ મારા માતાપિતાએ ખૂબ સપોર્ટ કર્યો હતો. હું એમબીબીએસ કરી ડોક્ટર બનવા માગું છું. માતા આશા બેને જણાવ્યું હતું કે, મારી દીકરીને ધો 11 સાયન્સમાં બી ગ્રુપ રાખી એને ડોક્ટર બનવું છે.

10 વર્ષમાં ચોથી વખત જિલ્લાનું પરિણામ 50થી 60 ટકાની વચ્ચે રહ્યું
2011 અને વર્ષ 2012માં 80 અને 81 ટકાથી વધુ પરિણામ રહ્યું હતું.વર્ષ 2004માં 52. 31% પરિણામ હતું પરંતુ ત્યારથી આજ સુધી સૌથી ઓછું 2016માં 49. 56 ટકા પરિણામ આવ્યું હતું. 10 વર્ષમાં ચોથી વખત જિલ્લાનું પરિણામ 50થી 60 ટકાની વચ્ચે રહ્યું છે.એક્સપરિમેન્ટલ સ્કૂલ પાટણના આચાર્ય ધનરાજભાઇ ઠક્કરે જણાવ્યું હતું કે આ વખતે પેપરો ખૂબ જ સરળ હતા. સામાન્ય તૈયારી કરી હોય તો પણ વિદ્યાર્થીઓ પ્રશ્ન લખી શકે તેવા હતા છતાં ઓછું પરિણામ આવ્યું છે. વિદ્યાર્થિની કશીશ અનિલભાઈ વ્યાસે જણાવ્યું હતું કે પ્રશ્નપત્રો હાર્ડ ન હતા. પેપરો સારા ગયા હતા.પરીક્ષા પછી બધા જ પેપરો ઘરે આવીને રિવીઝ કર્યા હતા અને 85થી 90 ટકાની આસપાસની ધારણા હતી પરંતુ તેનાથી ઘણું ઓછું 73% પરિણામ આવ્યું છે.

છેલ્લા 5 વર્ષનું પરિણામ ટકામાં : મહેસાણા અને પાટણનું સતત 4 વર્ષથી પરિણામ ગગડી રહ્યું છે

જિલ્લો20222020201920182017
અરવલ્લી68.1161.166.9756.9566.52
બનાસકાંઠા67.1864.0868.5966.8664.99
મહેસાણા61.7464.6867.9271.2467.18
સાબરકાંઠા59.451.7163.0460.1356.98
પાટણ54.2956.7659.5362.0466.52
અન્ય સમાચારો પણ છે...