શિક્ષકો નારાજ:પાટણ જિલ્લામાં શિક્ષકોને બી.એલ.ઓ સહિત 90 ટકા બિન શૈક્ષણિક કામગીરી સોપવામાં આવતા નારાજ

પાટણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષકોએ નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું હતું

પાટણ જિલ્લામાં શિક્ષકોને બી.એલ.ઓ સહિત 90 ટકા બિન શૈક્ષણિક કામગીરી સોપવામાં આવતી હોવાથી શિક્ષકો નારાજ થયા છે અને બિન શૈક્ષણિક કામગીરી શિક્ષકો પાસે કરાવવામાં આવતી હોવાના કારણે શિક્ષણનું સ્તર બગડી રહ્યું હોવાનો શિક્ષકનો સુર ઉઠ્યો છે. આ કામગીરી માંથી શિક્ષકોને મુક્ત કરવામાં આવે તો તેઓ બાળકોને વર્ગખંડમાં સમય આપી શકે અને શિક્ષણની ગુણવત્તામાં સુધારો આવી શકે તે માટે શનિવારે શિક્ષકોએ નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું હતું.

અધિક કલેક્ટને આવેદનપત્ર આપ્યું
ભારતીય ચૂંટણી પંચ અને ગુજરાત ચૂંટણી આયોગે કરેલા પરિપત્રોમાં બી.એલોની કામગીરી શિક્ષકો સિવાય અન્ય 12 કેડરના કર્મચારીઓને સરખા ભાગે વહેંચીને આપવા માટે સુચના આપવામાં આવેલી છે તેમ છતાં પ્રાંત અને મામલતદાર કચેરીઓ દ્વારા બી.એલ.ઓની કામગીરી 90 ટકા શિક્ષકોને જ આપવામાં આવે છે. એક બાજુ શિક્ષકો પાસે શિક્ષણ વિભાગ દ્વારા સારી ગુણવત્તાનું શિક્ષણ કાર્ય માગવામાં આવી રહ્યું છે. બીજી બાજુ તેમને સોંપવામાં આવતી બિન શૈક્ષણિક કામગીરીથી શિક્ષકો નારાજ થયા છે શનિવારે શિક્ષકોએ નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડને આવેદનપત્ર પણ આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...