પાટણ જિલ્લામાં શનિવારે ચાઈનિઝ ફીરકીનો વેપાર કરતાં સાત વેપારીઓને ઝડપ્યા હતા. આ અંગે સાત વેપારીઓ પાસેથી 207 ચાઈનિઝ ફીરકી કિંમત રૂ. 44,200 નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ મથકે તમામ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.
ઉતરાયણ પર્વ નજીક હોઇ પતંગ રસિયા યુવાનો અત્યારે દોરી ખરીદવામાં મસગુલ બન્યા છે જિલ્લા પોલીસ તંત્ર ચાઈનિઝ દોરીનો ઉપયોગ કરતા વેપારીઓ સામે કડક બની છે પાટણ શહેરમાં જીબી ત્રણ રસ્તા નજીક, પાટણ શહેરમાં મીરા પાર્ક નજીક, રાધનપુરમાં સર્વોદય આંખની હોસ્પિટલની નજીક, સમીના અમરાપુરા નજીક અને મોટા નાયતા ખાતેથી સાત વેપારીને પકડી 2 રૂ. 44,200 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ચાઈનિઝ દોરીનું વેચાણ કરતા ઝડપાયેલા શખ્સો
1 - દેવીપુજક રાહુલ કુમાર ચુનીલાલ રહે.રામનગર પાટણ
2 - દેવીપુજક પરેશકુમાર ચમનલાલ રહે.પાટણ
3 - ઘાંચી મયુદિનભાઈ દાઉદભાઈ
4 - જોશી અનિલ ભાઈ બાબુભાઈ રહે.રાધનપુર
5 ફકીર હનીફશા હુસેનશા રહે અમરાપુર
6 - પ્રજાપતિ ધીરુભાઈ બળદેવભાઈ રહે અદગામ
7 - ઠાકોર શ્રવણજી મોંઘજીજી રહે.મોટા નાયતા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.