તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:પાટણ જિલ્લામાં કોરોનાના વળતા પાણી, આજે માત્ર પાંચ કેસ નોંધાયા. 14 દર્દીઓએ કોરોનાને હરાવ્યો

પાટણ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ ફોટો - Divya Bhaskar
ફાઇલ ફોટો
  • જિલ્લામાં કુલ કેસનો આંકડો 10 હજાર 649 પર પહોંચ્યો
  • અત્યાર સુધી કુલ 108 લોકોને કોરોના ભરખી ગયો

રાજ્યભરમાંથી કોરોનાની ઘાતકી બીજી લહેર વિદાય લઇ રહીં છે. જ્યારે પાટણમાં પણ સંક્રમણ ઘટતાં જિલ્લાવાસીઓ રાહતનો શ્વાસ લઇ રહ્યાં છે. આજે પાટણ જિલ્લામાં કોરોનાના માત્ર 05 કેસ નોંધાયા છે. જ્યારે 14 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

પાટણ જિલ્લામાં સોમવારે કોરોના 05 કેસ સામે આવતા જિલ્લાનો કુલ આંક 10 હજાર 649 પર પહોંચ્યો છે. તો 14 સંક્રમિત દર્દીઓ આજે સ્વસ્થ બન્યા છે. તો કુલ 108 લોકોનાં મોત નિપજયાં છે. જ્યારે 35 દદીઓ હાલમાં હોમ આઈસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે અને 1164 દદીઓનાં સેમ્પલ પેન્ડીગ રાખવામાં આવ્યાં છે.

પાટણ જિલ્લામાં સોમવારે નોધાયેલ કોરોના કેસની માહિતી આપતાં આરોગ્ય વિભાગનાં સુત્રોએ જણાવ્યું હતું કે, સિદ્ધપુરમાં ચાર અને એક સમીમાં આજે કેસ નોંધાયો છે. તો જિલ્લામાં પોઝિટિવ કેસો 10 હજાર 649 ઉપર પહોંચ્યા છે.

અન્ય સમાચારો પણ છે...