તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આસ્થા:પાટણ જિલ્લામાં સૌભાગ્યવતી મહિલાઓએ વડની પૂજા કરી વડસાવિત્રી વ્રતની ઉજવણી કરી

પાટણ3 મહિનો પહેલા
  • મહિલાઓએ અંખડ સૌભાગ્યની ઈચ્છાપૂર્તિ થાય તેવા આશિર્વાદની કામના કરી

પાટણ જિલ્લામાં કોરોનાનાં કહેર વચ્ચે વડસાવિત્રી વ્રતની ઉજવણી કરાઈ હતી. સૌભાગ્યવતી વ્રત ધારી મહિલાઓએ વડની ફરતે સુતરનો દોરો બાંધી ગોર મહારાજ પાસે શાસ્ત્રોગત પૂજાવિધી કરાવી પોતાના પતિનાં લાંબા આયુષ્યની તેમજ અંખડ સૌભાગ્યની મનોકામનાની ઈચ્છાપૂર્તિ થાય તેવા આશિર્વાદની કામના કરી હતી.

સૌભાગ્યવતી સ્ત્રીઓએ વડસાવિત્રીની ઉજવણી કરી
પાટણ જીલ્લામાં સૌભાગ્યવતી સ્ત્રીઓએ વડસાવિત્રીની ઉજવણી કરી હતી. નોંધનિય છે કે, જેઠ સુદ પૂનમને ગુરુવારે વડસાવિત્રીનું વ્રત હોઈ સૌભાગ્યવતી મહિલાઓ તેમના પતિઓના દીર્ધાયુષ્ય માટે અને પરિવારજનોનું સ્વાથ્ય સારું રહે તેના માટે વડસાવિત્રીના વ્રતનાં પવિત્ર દિવસે વડની પૂજા કરે છે. પાટણ જિલ્લામાં જુદા - જુદા પ્રાચીન ધાર્મિક સ્થાનો પર વડસાવિત્રીના વ્રતનું પૂજન વિદ્વાન બ્રાહ્મણો દ્વારા કરાવાયુ હતું.

વૈદિક મંત્રોચ્ચાર થકી પૂજાઅર્ચના સંપન્ન કરાવાઇ
પાટણ શહેરના છીડિયા ખંડોબા મહાદેવ ખાતે પૂજા કર્મ કરાવતા જગદીશ મંદિરના પૂજારી કનુભાઈ મહારાજ દ્વારા મોટી સંખ્યામાં સૌભાગ્યવતી મહિલાઓને સમૂહમાં શાસ્ત્રોગત વિધીવિધાન સાથે વૈદિક મંત્રોચ્ચાર થકી પૂજાઅર્ચના સંપન્ન કરાવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...