• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • In Patan District Level School Under 19 Competition, Players From Backward Areas Hit The Field, Now It Will Be Played At The State Level.

કૌવત:પાટણમાં જિલ્લા કક્ષાની શાળાકીય અંડર-19 સ્પર્ધામાં પછાત વિસ્તારના ખેલાડીઓએ મેદાન માર્યું, હવે રાજ્યકક્ષાએ રમશે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પાટણ જિલ્લાકક્ષાની શાળાકીય અંડર-19 સ્પર્ધામાં સમી પછાત વિસ્તારના ખેલાડીઓએ મેદાન માર્યું હતું. - Divya Bhaskar
પાટણ જિલ્લાકક્ષાની શાળાકીય અંડર-19 સ્પર્ધામાં સમી પછાત વિસ્તારના ખેલાડીઓએ મેદાન માર્યું હતું.
  • દોડ સહિતની સ્પર્ધામાં સમીની પ્રેમચંદભાઈ પરમાર સ્કૂલના છાત્રો વિજેતા બન્યા

પાટણ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની શાળાકીય અંડર 19 ભાઈઓ/બહેનોની એથ્લેેટિક્સ સ્પર્ધામાં દોડની વિવિધ સ્પર્ધામાં સુવિધાઓના અભાવ વચ્ચે તૈયારીઓ કરતા પછાત વિસ્તારની હાઈસ્કૂલના ખેલાડીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી આકર્ષણ જમાવ્યું હતું. વિવિધ મેડલ પોતાના નામે કરી જિલ્લામાં નામ રોશન કર્યું હતું. હવે રાજ્ય કક્ષાએ રમવા જશે. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ખાતે યોજાયેલ શાળા કક્ષાની અંડર 19 સ્પર્ધામાં જિલ્લાના 200થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

જેમાં દોડની વિવિધ સ્પર્ધામાં પ્રેમચંદભાઈ રા પરમાર (જય ભારત) હાઈસ્કૂલ સમીના ખેલાડીઓએ મેદાન માર્યું હતું. જેમાં ઠાકોર સંજય દેવાજી 5000 મીટર દોડની અંદર 21:24 મિનિટની સાથે તૃતિય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ગૌસ્વામી રવિપુરી દશરથપુરી 3000 મીટર દોડની અંદર 13:39 મિનિટ સાથે તૃતિય સ્થાન પ્રાપ્ત કરેલ છે.

ઠાકોર રાજકુમાર ધિરૂજી લાબી કુદની અંદર 4.69 મીટર જંપ સાથે ચોથું સ્થાન મેળવેલ છે. ઠાકોર સુરેશ અમરસી 100 મીટર દોડની અંદર 15:47 સેકન્ડ સાથે ચોથું સ્થાન પ્રાપ્ત, ઠાકોર રાજેશ અમરતજી 400 મીટર અને ગૌસ્વામી સુખદેવ માદેવભાઈ 800 મીટર દોડની અંદર સારું પ્રદર્શન કર્યું હતું. આ ખેલાડીઓને કોચ ચાવડા હરેશ કુમાર વિરમભાઇ અને ઠાકોર હરેશકુમાર ભાવુજી તૈયાર કર્યા હતા. આ પ્રસંગે શાળાના આચાર્ય સંજય પટેલ તથા સમસ્ત સ્ટાફ પરિવારે તમામ વિધાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...