મહુલીયો જામ્યો:પાટણ જિલ્લામાં 7 તાલુકામાં વરસાદ વરસ્યો, વાવણીલાયક વરસાદ થતા ખેડૂતો ખેતીકામમાં જોતરાયા

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બુધવારે રાત્રે પાટણમાં 2 ઇંચ અને સાંતલપુરમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો

પાટણ જિલ્લામાં બુધવારે દિવસભર ઉકળાટ રહ્યા બાદ મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો. પાટણમાં 2 ઇચ જ્યારે સાંતલપુરમાં છેલ્લા 24 કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો. જિલ્લાના 7 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. પાટણમાં રાત્રે પડેલા બે ઈંચ વરસાદથી રેલવે ગરનાળામાં પાણી ભરાયા હતા અને રસ્તો બંધ થઈ ગયો હતો. જેને લઈ વાહન ચાલકોને બીજા રસ્તેથી પસાર થવું પડ્યું હતું.

વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી વ્યાપી
પાટણ શહેરમાં અસહ્ય ગરમીના ઉકળાટ બાદ ઠંડો પવન અચાનક છૂટતા ઠંડક પ્રસરી હતી. ત્યારબાદ મોડી રાત્રે શહેર પર જાણે મેઘરાજા મહેરબાન થયા હોય એમ વરસી પડ્યા હતા. જેને લઈ લોકોએ ગરમીમાંથી હાશકારો અનુભવ્યો હતો. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી વ્યાપી હતી અને ખેતી કામમાં ખેડૂતો જોતરાયા હતા.

ક્યા કેટલો વરસાદ વરસ્યો?
પાટણ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો. આમ છેલ્લા 24 કલાકમાં સાંતલપુરમાં 65 MM, પાટણમાં 50 MM,સરસ્વતી તાલુકામાં 48 MM,ચાણસ્મા 22 MM ,હારીજમાં 12MM,રાધનપુરમાં 5MM, સમીમાં 4 MM વરસાદ પડ્યો હતો. પાટણમાં રાત્રે વરસાદી ઝાપટા વરસી રહ્યા છે. તે દરમિયાન બુધવારે રાત્રે વરસાદ વરસતા વરસાદથી લોકોઓમાં ખુશી વ્યાપી ગઈ હતી. આમ સંતાપુરમાં છેલ્લા 24 કલાકમાં 65 MM વરસાદ પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...