તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:પાટણ જિલ્લામાં સતત બીજા દિવસે કોરોના કેસમાં ઘટાડો, આજે નવા 154 કેસ નોંધાયા

પાટણ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કેસ ઘટવા છતાં જિલ્લામાં બેડ, ઓક્સિજન અને ઈજેક્શન માટે દર્દીઓને વલખાં

પાટણ પાટણ જિલ્લામાં મે મહિનાની શરૂઆત થતાં જ કોરોનાના કેસોમાં અચાનક નોંધપાત્ર ઘટાડો સરકારી આરોગ્ય વિભાગના ચોપડે નોંધાઈ રહ્યો છે. એપ્રિલ માસમાં હાહાકાર મચાવનાર કોરોનાએ મે મહિનામાં જિલ્લાવાસીઓને રાહત આપી છે. ગઇકાલે શનિવારે 155 અને આજે રવિવારે 154 નવા કેસ નોંધાયા છે.

જ્યારે જિલ્લામાં બીજી તરફ સ્થિતિ એવી છે કે, હજુ પણ દર્દીઓને હોસ્પિટલોમાં બેડ નથી મળી રહ્યા, ઓક્સિજન સિલિન્ડર માટે વાહનોમાં દર્દીઓના સગાંઓ કતારમાં ઉભા છે અને ઈજેક્શનો પણ આસાનીથી ઉપલબ્ધ નથી થઈ રહ્યા. ત્યારે રવિવારે પાટણ જિલ્લામાં કુલ કેસમાંથી 154 કેસ નોંધાયા છે.

જેમાં પાટણ શહેરમાં 30, પાટણ તાલુકામાં 12, સિદ્ધપુર શહેરમાં 09, સિદ્ધપુર તાલુકા ગ્રામ્યમાં 22, ચાણસ્મા તાલુકા ગ્રામ્યમાં 14, રાધનપુર શહેરમાં 02, રાધનપુર તાલુકા 06, હારીજ તાલુકામાં 03, સમી તાલુકામાં 14, શંખેશ્વર તાલુકામાં 11, સાંતલપુર તાલુકામાં 29 અને સરસ્વતી તાલુકામાં 04 કેસ કોરોના પોઝટિવ નોંધાયા છે. જિલ્લામાં કુલ આંક આઠ હજાર 659 પર પહોંચ્યો છે. પાટણ જિલ્લામા હાલમાં હોમ એસોલેશન હેઠળ 1341 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જ્યારે 89 દર્દીઓના સેમ્પલ પેન્ડિંગ છે.

ઉત્તર ગુજરાતમાં રવિવારે 993 કેસ, 52 મોત
ઉત્તર ગુજરાતમાં રવિવારે પાટણના 154 સહિત 993 કેસ નોંધાયા હતા, જ્યારે કોરોનાથી 52 મોત થયાં હતાં. મહેસાણા જિલ્લામાં રવિવારે 498 કેસ નોંધાયા હતા. જેમાં વિસનગરમાં 98 કેસ, મહેસાણામાં 91 કેસ, કડીમાં 84 કેસ, વિજાપુરમાં 66 કેસ, ઊંઝામાં 41 કેસ, સતલાસણામાં 30 કેસ, વડનગરમાં 27 કેસ, બહચુરાજીમાં 26 કેસ, જોટાણામાં 21 કેસ અને ખેરાલુમાં 14 કેસનો સમાવેશ થાય છે. જ્યારે મહેસાણાના વૈકુઠધામમાં 23, નિજધામમાં 3 તથા વિસનગર સાર્વજનિક સ્મશાન ગૃહમાં કોરોના ગાઈડ લાઈન મુજબ 12 મળી જિલ્લામાં 38ના અંતિમ સંસ્કાર કરાયા હતા.

બનાસકાંઠામાં વધુ 226 પોઝિટિવ કેસ, 3નાં મોત થયાં હતાં. જેમાં પાલનપુર 181, ડીસા 27, દાંતા 13, વડગામ 4 અને સુઇગામ 1 કેસ નોંધાયા હતા. સાબરકાંઠાના હિંમતનગરમાં 75, ઇડરમાં 4, પોશીનામાં 2, પ્રાંતિજમાં 14, તલોદમાં 8, વડાલીમાં 4 જ્યારે ખેડબ્રહ્મા અને વિજયનગરમાં 1-1 મળી 109 કેસ નોંધાયા હતા. સામે 6નાં કોરોનાથી મોત થયાં હતાં.અરવલ્લી જિલ્લાના મોડાસામાં 1, માલપુરમાં 2, મેઘરજ અને ધનસુરામાં 1-1 મળી 6 કેસ નોંધાયા હતા. સામે પાંચના માંત થયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો