તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘ મહેર:પાટણ જિલ્લામાં સાંતલપુરને બાદ કરતાં અડધાથી એક ઇંચ વરસાદ ખાબક્યો

પાટણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સમીમાં એક, સરસ્વતી સિદ્ધપુર પાટણમાં પોણો અને હારીજમાં અડધો ઇંચ વરસાદ

છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવતા બપોર બાદ વરસાદી માહોલ સર્જાતા પાટણ, સરસ્વતી, સિધ્ધપુર અને ચાણસ્મા, રાધનપુર, શંખેશ્વર, સમી અને હારિજમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર વરસાદી પાણી ભરાયાં હતાજોકે સાંતલપુર પંથક વરસાદ વગર કોરોધાકોર રહ્યો હતો. છેલ્લા બે દિવસથી પાટણ શહેર સહિત જિલ્લામાં વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે બુધવારે રાત્રે સમીમાં એક ઇંચ અને હારિજમાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો હતો.

જ્યારે ચાણસ્મા પાટણ રાધનપુર શંખેશ્વર સિધ્ધપુર માં વરસાદી ઝાપટા વરસ્યા હતા ત્યારે ગુરુવારે સાંજે પાટણ, સરસ્વતી, સિદ્ધપુર અને ચાણસ્મા ધોધમાર વરસાદ પડ્યો હતો. પાટણ શહેરમાં રેલ્વે ગરનારા રેલવે અંડરપાસ સહિતના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. ઉલ્લેખનીય છે કે વરસાદ ખેંચાતા બીટી કપાસ, દેશી કપાસ કઠોળ, બાજરી, જુવાર સહિતનો પાક જમીનમાં ભેજના અભાવે સુકાઈ રહ્યો હતો ત્યારે પાટણ જિલ્લામાં વરસાદી માહોલ સર્જાતા સાતલપુર સિવાય બાકીના તમામ તાલુકાઓમાં વરસાદ થતાં સુકાઇ રહેલા ખેતી પાકોને જીવતદાન મળ્યું છે જોકે હજુ ખેડૂતો વરસાદની આશા રાખી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...