વરસાદની તાતી જરૂરિયાત:પાટણ જિલ્લામાં વરસાદ નહીં થતાં 50% બાકી ખેતી ન થવાની સંભાવના

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સરસ્વતી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેતી પાકો પાણી  વગર સુકાઈ રહ્યા છે. - Divya Bhaskar
સરસ્વતી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેતી પાકો પાણી વગર સુકાઈ રહ્યા છે.
  • બિનપિયત પાક માટે પૂરેપૂરો ખતરો,ખાસ કરીને ઘાસચારાનો પ્રશ્ન ઊભો થશે
  • જિલ્લામાં 15 ઓગસ્ટે પાણી છોડાતાં રાહત થઇ હતી પરંતુ બીજા તાલુકાઓમાં અઠવાડિયામાં વરસાદની તાતી જરૂરિયાત ઊભી થશે

પાટણ જિલ્લામાં વરસાદ ખેંચાવાના કારણે 50 ટકા જેટલી વાવણી બાકી રહી હતી. પરંતુ હવે વરસાદ ન થાય તો વધારાની ખેતી થવાની સંભાવના ઘણી ઓછી થઈ છે. જો કે,હજુ સપ્ટેમ્બર માસમાં વરસાદ થઇ શકે છે અને વરસાદ થાય તો અગાઉની બિનપિયત ખેતીને જીવતદાન મળેે તેવી આશા હજુ બંધાઈ રહી છે.

પાટણ જિલ્લામાં જે વાવેતર થયા છે, તેના માટે ગત 15 ઓગસ્ટના રોજ પાણી છોડવામાં આવ્યું હતું. તેનાથી ખેડૂતોને થોડી રાહત થઇ હતી પરંતુ હવે અઠવાડિયામાં વરસાદ થાય તો ખેતી પાકનો વિકાસ થઈ શકે છે. જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.એસ.પટેલએ તેમનો અંગત મત દર્શાવ્યો હતો કે વરસાદ ખેંચાયો છે તેનાથી તકલીફ તો છે, પરંતુ સપ્ટેમ્બર મહિનો વરસાદનો ગણવામાં આવે છે. જેમાં દર વર્ષે પાંચ ઇંચ જેટલો વરસાદ થઈ જતો હોય છે તે મુજબ વરસાદ થાય તો ખેતીને ટકાવી રાખવામાં ખેડૂતોને રાહત રહેશે.

વરસાદ હાથતાળી આપી રહ્યો હોવાથી એક તરફ ખરીફ ખેતી બચાવવી પડકાર બની છે ત્યારે આગામી રવી સીઝનમાં થનાર વાવેતર ઉપર પણ માઠી અસર થઈ શકે છે. રવિ ખેતીમાં દિવેલા જીરુ રાયડો જેમાં મુખ્ય પાકો સહિત અન્ય ધાન્ય પાકો થાય છે પરંતુ પિયતનો પ્રશ્ન પૂરેપૂરો ઊભો થશે. નર્મદા ડેમમાં પીવા માટે પાણી સંઘરી રાખવું પડશે જેને લઇ ખેતી માટે પાણી અપાશે નહીં. આવા સંજોગોમાં ગામ તળાવ અને અન્ય સિંચાઇ તળાવો ખાલીખમ છે તેવી સ્થિતિમાં ખેતીને ફટકો પડી શકે છે તેવો મત ખેડૂતો વ્યકત કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...