'અવસર લોકશાહીનો':પાટણ જિલ્લામાં ચિત્રો, પોસ્ટર્સ અને સુત્રો દ્વારા બાળકોએ મતદાન જાગૃતિનો સંદેશ પાઠવ્યો

પાટણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લામાં ચૂંટણીતંત્ર દ્વારા ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે તંત્રની સાથે-સાથે બાળકો પણ 'લોકશાહીનો અવસર' કેમ્પેઈન અંતર્ગત મતદાન જાગૃતિના કાર્યમાં જોડાઈ ગયા છે. અવસર કેમ્પેઈન અંતર્ગત જિલ્લાના તમામ તાલુકાઓની શાળાઓમાં ચિત્ર, પોસ્ટર્સ, સુત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધા અંતર્ગત બાળકોએ મતદાન જાગૃતિના ચિત્રો અને પોસ્ટર્સ બનાવીને મતદાન જાગૃતિનો સંદેશો પાઠવ્યો હતો. બાળકોએ બનાવેલ ચિત્રો,પોસ્ટર્સ અને સુત્રોનું ગામોમાં શિક્ષકો અને બાળકો દ્વારા નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022ની જાહેરાત થતા જ રાજ્યભરમાં ચૂંટણીતંત્ર કામે લાગી લાગી ગયું છે. આ વર્ષની ચૂંટણીમાં અવસર કેમ્પેઈન અંતર્ગત વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સતત પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. વિવિધ માધ્યમો થકી પ્રચાર-પ્રસાર કરીને છેવાડાના માનવી સુધી મતદાનનો સંદેશો પહોંચાડવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ પ્રયત્નોના ભાગરૂપે આવસર કેમ્પેઈન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. જિલ્લાના દરેક તાલુકાની શાળાઓમાં ચિત્રો,પોસ્ટર્સ અને સુત્રોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ બાળકોએ ભાગ લઈને મતદાન જાગૃતિના ચિત્રો,પોસ્ટર્સ અને સુત્રો બનાવ્યાં હતા, જેનું ગામમાં નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.

આ નિદર્શન દ્વારા ગામના લોકોને વધુમાં વધુ મતદાન કરી લોકશાહીને મજબૂત કરવા બાળકો દ્વારા અપીલ કરવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી સુપ્રિત સીંઘ ગુલાટીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા અવસર કેમ્પેઈન અંતર્ગત વધુમાં વધુ મતદાન થાય એ માટે ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારમાં સતત કામગીરી કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...