તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:પાટણ જિલ્લામાં કોરોના ગાઇડલાઇન સાથે બકરી ઇદની સાદગીપૂર્ણ ઉજવણી કરાઈ

પાટણ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇદગાહ સહિત વિવિધ મસ્જિદોમાં મુસ્લિમ સમાજના બિરાદરોએ કુરબાની પર્વની ખાસ નમાજ અદા કરી

પાટણ શહેર સહિત જિલ્લામાં આજે મુસ્લિમ બિરાદરોએ ઈદ ઉલ બકરી ઇદ પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરી હતી. શહેરના સિદ્ધિ સરોવર નજીક આવેલા ઇદગાહ સહિત વિવિધ મસ્જિદોમાં મુસ્લિમ સમાજના બિરાદરોએ કુરબાની પર્વની ખાસ નમાજ અદા કરી અલ્લાતાલાની બંદગી કરી હતી.

આ પર્વ નિમિત્તે પાટણ શહેર સહિત પંથકમાંથી મુસ્લિમ બિરાદરોએ સરકારની ગાઈડલાઈન મુજબ ઇદગાહ ખાતે નમાઝ અદા કરી અલ્લાહની બંદગી કરી હતી. આ પ્રસંગે મૌલાના ઇમરાન શાયરી કુરાન શરીફનો ખુશબો પડી ઉપસ્થિત સૌ મુસ્લિમોને ઇદની મુબારકબાદી પાઠવી હતી. ઈદની નમાઝ પૂર્ણ થયા બાદ તમામ મુસ્લિમ બિરાદરોએ પણ એકબીજાને ઈદ મુબારક પાઠવી હતી. તો અન્ય મસ્જિદોમાં ઇદની નમાઝ અદા કર્યા બાદ મુસ્લિમ બિરાદરોને એકબીજાને ભેટી બકરી ઈદની મુબારક બાદી પાઠવી હતી.

પાટણ શહેર સહિત જિલ્લામાં ગૌરવની સરકારની ગાઈડલાઈન મુજબ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરાઇ હતી. ઇદગાહ ખાતે લોકો એકત્ર ના થાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...