તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:પાટણ જિલ્લામાં કોરોનાએ ગ્રાફ નીચો ઉતારતા 98 કેસ નોંધાયા, 201 લોકો સ્વસ્થ થયા

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 9440 ઉપર પહોંચ્યો
  • નવ માસનું માસુમ બાળક કોરોના સંક્રમિત બન્યું

પાટણ જિલ્લા આજે કોરોનાએ સદીનો ગ્રાફ નીચે ઉતાર્યો હોય તેમ કોરોનાના 98 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો 201 કોરોના પોઝિટિવ દર્દીઓ સ્વસ્થ બન્યા છે. જ્યારે જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ કેસોનો આંક 9440 ઉપર પહોંચ્યો છે.

હોમ આઈસોલેશન હેઠળ 904 દર્દીઓ છે

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોના વાઇરસ સંક્રમણ વધવાનાં કારણે કોરોના પોઝિટિવ કેસો વધુ પ્રમાણમાં નોંધાઇ રહ્યાં છે તો કોરોનાની સંક્રમણને અટકાવવા જિલ્લા પ્રશાસન દ્વારા પ્રયત્નો કરાયા છે. ત્યારે આજે પાટણ જીલ્લામાં કોરોનાએ પોતાનો ગ્રાફ નીચે ઉતાર્યો હોય તેમ જિલ્લામાં કોરોના પોઝિટિવ ના નવા કેસો 98 નોંધાયા હતા. જેમાં પાટણમાં 41, સરસ્વતી 9, સિધ્ધપુર 22, ચાણસ્મા 2, રાધનપુર 2, સમી 4, શંખેશ્વર 1, સાંતલપુર 10, હારીજ 7 મળી જીલ્લામાં કુલ નવા 98 કેસ નોંધાયા છે. તથા 201 લોકો સ્વસ્થ બન્યા હતા. તો જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 9440 ઉપર પહોંચ્યો છે. હાલમાં હોમ આઈસોલેશન હેઠળ 904 દર્દીઓ સારવાર લઈ રહેલા છે. તો 85 દર્દીઓના સેમ્પલ પેન્ડીગ છે.

નવ મહિનાનું માસુમ બાળક કોરોના સંક્રમિત બન્યું

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાની બીજી લહેરના ઝપેટમાં અનેક લોકો આવ્યા છે. ત્યારે રવિવારે નોંધાયેલા કોરોના પોઝિટિવ 98 કેસમાં એક નવ માસનું સરસ્વતી તાલુકાના વાધી ગામનું બાળક પણ કોરોના સંક્રમિત બન્યું છે. જેને લઇને આરોગ્ય વિભાગ દ્વારા વાંધી ગામે આરોગ્યની ટીમ મોકલી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...