તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનેશન:પાટણ જિલ્લામાં કુલ 14734માંથી 8814 કોરોના વોરીયર્સએ વેક્સિન લીધી

પાટણએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • શનિવારે જિલ્લા પંચાયતના 102 અધિકારી કર્મચારીઓએ વેક્સિન લીધી

પાટણ જિલ્લામાં હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટલાઈન વર્કરોને કોરોના વેક્સિન અપાઈ રહી છે. અત્યાર સુધીમાં કુલ 14734 માંથી 10422 કોરોનાવોરીયૅસએ વેક્સિન લીધી છે. જેમાં કુલ 9015 હેલ્થકેર વર્કરોમાંથી 5566 અને 5719 ફ્રન્ટલાઈન વર્કરમાંથી 4859એ વેક્સિન લીધી છે. 5400 પ્રાથમિક શિક્ષકોને રસીનો પ્રથમ ડોઝ આપવાનું આયોજન કર્યું છે. જેમાં શુક્રવારે 593 શિક્ષકોએ વેક્સિન લીધી હતી. શનિવારે જિલ્લા પંચાયતના 102 અધિકારી કર્મચારીઓએ વેક્સિન લીધી હતી.

જિલ્લા પંચાયત ભવનમાં કોવિડ-19 કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર ખાતે જિલ્લા પંચાયતના અધિકારી અને કર્મચારીઓને જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી અને જિલ્લા વિકાસ અધિકારી ડિ. કે પારેખની ઉપસ્થિતિમાં રસીકરણની શરૂઆત કરી. જેમાં જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષભાઈ પટેલે સૌપ્રથમ રસી લઈ સૌને રસી લેવા પ્રોત્સાહિત કર્યા હતા. જ્યારે શુક્રવારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બી.એ ચૌધરીએ વેક્સિન લઈ શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા હેલ્થ કેર પ્રોવાઈડર્સને રસીકરણ બાદ કોરોના પ્રતિરોધક વેક્સિનેશન પ્રોગ્રામના બીજા તબક્કાનો આરંભ થઈ ચુક્યો છે.

જેમાં પાટણ જિલ્લાના રેવન્યુ, પંચાયત, આંગણવાડી કાર્યકર અને શિક્ષણ સહિતના સ્ટાફને રસી આપવામાં આવશે. જિલ્લા પંચાયતકર્મીઓના વેક્સિનેશન કાર્યક્રમમાં 102 અધિકારીઓ અને કર્મચારીઓએ રસી મૂકાવી હતી. એ જ રીતે પાટણની જનતા હોસ્પિટલ, સદભાવ હોસ્પિટલ અને શબરીમાલા હોસ્પિટલના 134 જેટલા હેલ્થકેર વર્કર્સને કોરોના પ્રતિકારક રસી મૂકવામાં આવી હતી. શનિવારે પાટણ જિલ્લામાં 27 કેન્દ્ર પર વેક્સિનેશન કર્યું હતું.જેમાં 1407 ફ્રન્ટલાઈન વર્કર અને 201 હેલ્થ કેર વર્કરે રસી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો