દંડ તો ભરવો જ પડશે:પાટણ જિલ્લામાં 2022માં 8410 લોકોએ ઇ-મેમાનો દંડ ભર્યો નથી, 30.39 લાખનો દંડ વસુલવા પોલીસ એક્શન મોડમાં

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેર અને પાટણ જિલ્લામાં વિવિધ સ્થળોએ ખાસ કરીને પાટણ શહેરમાં લગાવેલા કુલે 280જેટલા સી.સી.ટી.વી.નાં કારણે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીમાં કાર્યરત તેનાં નેત્રમ કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર દ્વારા શહેરમાં અને જિલ્લામાં ગુનાખોરીનાં ગ્રાફને નીચો રાખવામાં ખૂબ જ ઉમદા ભૂમિકા ભજવી છે. સાથે સાથે શહેરમાં કોઈની ખોવાયેલી કે ગુમ થયેલી કે વાહન રીક્ષામાં ભૂલી જવાયેલી ચીજોને પણ શોધીને તેને પરત તેનાં મૂળ માલિકને પરત સોંપવાની કામગીરી નેત્રદિપક રહી છે.

પાટણમાં પોલીસ તંત્ર દ્વારા વિશ્વાસ પ્રોજેકટ દ્વારા શહેરનાં તમામ પ્રવેશ દ્વારો, વ્યુહાત્મક સ્થળો પર મુકવામાં આવેલી સીસીટીવીની ત્રીજી આંખનાં કારણે મોટી લુંટ કે જાહેરમાં થતી મારામારીઓ સહિતનાં ગુનાઓમાં ઘણો ઘટાડો થયો છે. અને ક્યારેક આવી ઘટનાઓ બની છે તો આ નેટવર્કનાં કારણે તેનો ભેદ પણ ખોલી શકાયો છે.

પાટણનાં નેત્રમ કમાન્ડ કંટ્રોલ રુમની અને સીસીટીવી નેટવર્કનાં કારણે પાટણ જિલ્લાને ગુજરાત રાજયમાં વિોર્ડ એન્ડ રેકોનાઈઝેશન પ્રોગ્રામ અંતર્ગત રોડ સેફટી ઇમ્પ્લિીમેન્ટેન્શન (કેટેગરી-2)માં 2022માં (જુલાઈ-રથી સપ્ટેમ્બર-રર)માં ક્યુ-3 માં બીજો સેકન્ડ રેન્ક મળ્યો છે. દરમ્યાન પાટણ શહેર અને જિલ્લામાં લાગેલા 280 જેટલા સીસીટીવીનાં કારણે ટ્રાફિક અને અન્ય નિયમોનો ભંગ કરનારા લોકો પાસેથી છેલ્લા ત્રણ વર્ષ એટલે કે, 2020થી 2022 દરમ્યાન દંડ ભરવા માટેનાં કુલે 80.500 લોકોને 32,55,47,900નાં દંડનાં ઈ-ચલણ ઈસ્યુ કરાયા હતા. જેમાંથી 60175 લોકોએ રૂ. 1,79,20,500નો દંડ ભર્યો છે. જયારે ત્રણ વર્ષમાં 79 ઈ ચલણ રદ કરીને 26 ઈ ચલણ રૂ. 30,600ની માંડવાળ કરાઈ છે. અને અત્યારે 20,253 લોકોએ રૂ.75,96,800નો દંડ હજુ ભર્યો નથી.

આ દંડ વસૂલવા માટે ખાસ ઝુંબેશ પણ ચાલી રહી છે. વિતેલા વર્ષ 2022માં કુલે 27,797 લોકોને રૂ. 82,68,100 નાં દંડનાં ઈ-ચલણ ઈસ્યુ કરાયા હતા. જેમાંથી 19,361 લોકોએ રૂ 52,20,100નો દંડ ભર્યો છે. જયારે આ વર્ષમાં 26 ઇ ચલણ રદ કરીને રૂ. 8200ની માંડવાળ કરાઈ છે. અને અત્યારે 8410 લોકોએ રૂ. 30,39,800નો દંડ વર્ષ 2020 માં કુલે 17910 લોકોને રૂ. 58,07,900 નાં દંડનાં ઈ-ચલણ ઈસ્યુ કરાયા હતા. જેમાંથી 14887 લોકોએ રૂ. 45,71,300 નો દંડ ભર્યો છે. જયારે આ વર્ષમાં 24 ઈ ચલણ રદ કરીને રૂ. 8500ની માંડવાળ કરાઈ છે. અને અત્યારે 3399 લોકોએ રૂ. 12,27,100 નો દંડ હજુ ભર્યો નથી. વર્ષ 2021 માં કુલે 34800લોકોને રૂ. 1,14,72,900 નાં દંડનાં ઈં-ચલણ ઈસ્યુ કરાયા હતા. જેમાંથી 26,327 લોકોએ રૂ 81,29,100 નો દંડ ભર્યો છે. જયારે આ વર્ષમાં 29 ઈ ચલણ રદ કરીને રૂ. 13,900ની માંડવાળ કરાઈ છે. અને અત્યારે 8444 લોકોએ રૂ 33,29,900નો દંડ હજુ ભર્યો નથી.

અન્ય સમાચારો પણ છે...