કોરોના અપડેટ:પાટણ જિલ્લામાં કોરોના પોઝિટિવના 8 કેસ નોંધાયા, 17 લોકો સ્વસ્થ થઇ ઘરે ગયા

પાટણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં કુલ કેસનો આંકડો 10,6,44પર પહોંચ્યો

પાટણ જિલ્લામાં છેલ્લા ચાર દિવસ બે ચાર કેસ બાદ આજે રવિવારે કોરોના પોઝિટિવના 8 કેસ સામે આવ્યા છે. જેમાં જિલ્લાનો કુલ આંક 10,644 પર પહોંચ્યો છે. તો 17 સંક્રમિત દર્દીઓ સ્વસ્થ બની ઘરે ગયા છે.

36 દર્દીઓ હાલમાં હોમ આઈસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યાં છે
પાટણ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાથી કુલ 108 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે 36 દર્દીઓ હાલમાં હોમ આઈસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યાં છે. અને 733 દર્દીઓનાં સેમ્પલ પેન્ડીગ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. પાટણ જિલ્લામાં રવિવારે નોંધાયેલા કોરોના કેસની માહિતી આપતાં આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે સાંતલપુર 4, સિદ્ધપુરમાં 2 અને સમીમાં 2 કેસ સાથે જિલ્લામાં પોઝિટિવ કેસો 10,644 ઉપર પહોંચ્યા છે.

અન્ય સમાચારો પણ છે...