રસીકરણ:પાટણ જિલ્લામાં ત્રણ દિવસમાં 631 લોકોએ કોવેક્સિન લીધી

પાટણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોવીશીલ્ડ રસી ની જરૂરિયાત સામે પાટણ જિલ્લાને પ્રથમ 3500 ડોઝ અને ગુરુવારે વધુ 3200 ડોઝ મળ્યા

લાંબા સમય બાદ કોરોના પ્રતિરોધક કો વેક્સિનનો જથ્થો આરોગ્ય વિભાગ એ ફાળવતા પાટણ જિલ્લામાં ફરીથી રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. કોવેક્સિનના 3,500 ડોઝ મળતા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પાટણ સિવિલ હોસ્પિટલ ધારપુર મેડિકલ હોસ્પિટલ અને જિલ્લાના તમામ 52 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. બીજી બાજુ દરરોજ 1000 થી વધુ લોકોના કોરોનાના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે પરંતુ હજુ હાલમાં પાટણ જિલ્લામાં કોઈ પોઝિટિવ રિપોર્ટ મળ્યો નથી.

પાટણ જિલ્લામાં કો વેક્સિન રસીકરણ શરૂ થયું છે જેમાં છેલ્લા ત્રણ દિવસમાં 18 વર્ષથી મોટી ઉંમરના 53 લોકોને પ્રથમ ડોઝ 43 લોકોને બીજો ડોઝ અને 535 લોકોને પ્રીકોસન ડોઝ આપવામાં આવ્યો છે ત્રણ દિવસમાં કુલ 631 લોકોએ કો વેક્સિન લીધી હતી. અત્યાર સુધીમાં પાટણ જિલ્લામાં 1018720 લોકોએ પ્રથમ ડોઝ 1023978 બીજો ડોઝ અને 302413 લોકોએ પ્રીકોસન ડોઝ લીધેલો છે, હજુ 15 ટકા લોકો પ્રથમ ડોઝ એક ટકા લોકોએ બીજો અને 70 ટકા લોકોએ હજુ પ્રિકોશન ડોઝલીધો નથી.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોવિષ્ણુભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુરુવારે પાટણ જિલ્લાને કો વેક્સિનના વધુ 3200 ડોઝ ફાળવવામાં આવ્યા છે પરંતુ રસીકરણ શરૂ થયું તે વખતે મોટાભાગના લોકોએ કોવિશિલ્ડ રસી લીધેલી છે. એટલે કો વેક્સિન કરતા કોવિશીલ્ડ રસી માટે લોકોની માગણી વધારે છે.

અન્ય સમાચારો પણ છે...