તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:પાટણ જિલ્લામાં 261 દિવસમાં 57845 લોકોએ માસ્ક ન પહેરતાં રૂપિયા 1.91 કરોડનો દંડ

પાટણ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં દોડતાં પેસેન્જર વાહનો પર પોલીસની વોચ રહેશે
 • જાહેર મેળાવડા અને લગ્ન સમારંભ પર ભીડ રોકવા પોલીસ અધિકારીઓને સૂચના અપાઈ

કોરોનાથી બચવા માટે હાલ માસ્ક જ વેક્સિન છે. છતાં પાટણ જિલ્લાના લોકો માસ્ક પહેરવામાં પાછીપાની કરી રહ્યા છે. છેલ્લા 261 દિવસમાં માસ્ક વગરના 57,845 લોકોને પકડી તેમની પાસેથી પોલીસે રૂ. 1.91 કરોડ દંડ વસૂલ કર્યો છે. દિવાળી બાદ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ફરી એક વખત કોરોનાનું સંક્રમણ વધ્યું છે ત્યારે કોરોના સંક્રમણ વધે નહિ તે માટે સિદ્ધપુરમાં તર્પણ વિધિ પર પ્રતિબંધ મૂકવાથી માડી પાટણના પદ્મનાભ ભગવાનના સપ્ત રાત્રી મેળા મોકૂફ રાખવા સહિતના પગલા લેવામાં આવ્યા છે. સાથે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ તમામ પોલીસ અધિકારીઓને માસ્ક, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવા માટે સુચના આપી હતી.

લગ્ન સમારંભો પર પોલીસની નજર રહેશે
લગ્નમાં 100 થી વધુ લોકોને ભેગા થવા પર સરકારે રોક લગાવેલી છે. હવે લગ્નની સિઝન શરૂ થઇ ગઈ છે ત્યારે પાર્ટી પ્લોટ, હોલ અને અન્ય લગ્નના સ્થળો પર નજર રાખવા માટે પોલીસના અધિકારીઓને સૂચના અપાઇ છે. સાથે જાહેર મેળાવડાઓમાં પણ વધારે લોકો ભેગા ના થાય તેની તકેદારી રાખવા માટે તાકીદ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો