રાઇટ ટુ એજ્યુકેશન એકટ:પાટણ જિલ્લામાં RTE અંતર્ગત બીજા રાઉન્ડમાં 57 બાળકોને પ્રવેશ અપાયો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ અને બીજા રાઉન્ડમાં 681 બાળકોને પ્રવેશ અપાયો હજુ ખાલી રહેલી 51 બેઠકો માટે ત્રીજો રાઉન્ડ પડશે

પાટણ જિલ્લાની ખાનગી પ્રાથમિક શાળાઓમાં આરટીઇ અંતર્ગત ધોરણ 1માં બાળકોને મફત પ્રવેશ આપવા માટે પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં મંગળવારે બીજો રાઉન્ડ જાહેર કર્યો હતો. જેમાં 57 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો હવે ખાલી રહેલી 51 બેઠકો માટે ત્રીજો રાઉન્ડ બહાર પાડવામાં આવશે.

રાઇટ ટુ એજ્યુકેશન એકટ અંતર્ગત પાટણ જિલ્લાની 105 ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધો 1માં બાળકોને મફત પ્રવેશ આપવા માટે કુલ 732 બેઠક ફાળવવામાં આવી છે. જેમાં પ્રથમ રાઉન્ડમાં 689 બાળકોને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો તે પૈકી 624 બાળકોએ પ્રવેશ મેળવી લીધો છે જ્યારે મંગળવારે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા બીજો રાઉન્ડ જાહેર કર્યો હતો જેમાં 57 બાળકોને પ્રવેશ આપ્યો છે ત્યારે 23 મે સોમવાર સુધીમાં વાલીઓએ પ્રવેશ આપેલી શાળાઓમાં પ્રવેશ મેળવી લેવા માટે સૂચના આપી છે. પ્રથમ અને બીજા રાઉન્ડમાં કુલ 681 બાળકોને પ્રવેશ આપ્યો છે હજુ 51 બેઠકો ખાલી પડી છે તેના માટે આગામી સમયમાં ત્રીજો રાઉન્ડ જાહેર થશે તેવું પ્રાથમિક શિક્ષણ તંત્ર ના સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...