ખેતી:પાટણ જિલ્લામાં 34580 હેક્ટરમાં વાવેતર થતાં 51.87 લાખ મણ ઘઉંનું ઉત્પાદન થશે

પાટણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ વખતે જિલ્લામાં રૂ.બે અબજ ના ઘઉંનું ઉત્પાદન થવાનો અંદાજ

રવી સીઝનમાં પાટણ જિલ્લામાં ઘઉંનું 34580 હેકટર વિસ્તારમાં વાવેતર થયું છે. કડકડતી ઠંડીના કારણે પાક પરિસ્થિતિ ખૂબ સારી રહેતા મબલખ ઉત્પાદન થવાની ખેડૂતોને આશા છે. પાટણ જિલ્લામાં સૌથી વધુ સરસ્વતી પંથકમાં 6940 હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું છે. ત્યારબાદ હારિજમાં 6000 હેકટર અને પાટણમાં 4700 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. 9 તાલુકામાં કુલ 34580 હેક્ટરમાં વાવેતર થયું છે.

છેલ્લા ત્રણેક વર્ષથી જિલ્લામાં સરેરાશ 37000 હેક્ટર વિસ્તારમાં વાવેતર થતું હતું. આ વર્ષે નહિવત ઘટાડો થયો છે. આ વિસ્તારમાં ઘઉંની પ્રતિ હેક્ટરે 150 મણની ઉત્પાદકતા છે. એટલે અંદાજે 51.87 લાખ મણ ઘઉંનું ઉત્પાદન થવાની શક્યતા છે. પ્રતિ મણના રૂ.400ના ભાવ પ્રમાણે અંદાજે બે અબજનું ઉત્પાદન થવાની શક્યતા છે.

જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષભાઈ પટેલે જણાવ્યું કે પાટણ, સરસ્વતી અને સિદ્ધપુર પંથકની જમીન અને વાતાવરણ ઘઉંના વાવેતરને અનુકૂળ રહે છે. પાટણ પંથકમાં ખાસ કરીને ઘઉંની જીડબલ્યુ 496 અને જીડબલ્યુ 451 જાતનું આ વિસ્તારમાં વાવેતર થાય છે ઉત્પાદન પણ સારૂ મળે છે. નર્મદાના પાણીની સિંચાઈની સુવિધા અને રૂ.400 આસપાસનો ભાવ મળતો હોવાથી ખેડૂતોને અનુકૂળ રહે છે.

તાલુકાવાઈઝ વાવેતર

સરસ્વતી6940 હેક્ટર
હારીજ6000 હેક્ટર
પાટણ4700 હેક્ટર
સાંતલપુર4500 હેક્ટર
સિધ્ધપુર3930 હેક્ટર
ચાણસ્મા2600 હેક્ટર
રાધનપુર2900 હેક્ટર
સમી2200 હેક્ટર
શંખેશ્વર810 હેક્ટર

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...