શકુનિઓ ઝડપાયા:પાટણ જિલ્લામાં 6 સ્થળેથી શ્રાવણિયો જુગાર રમતાં 32 શકુનિ ઝડપાયા

પાટણ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસે રોકડ રૂ.32,530 ,11 મોબાઈલ 1 બાઈક મળી કુલ રૂ.60230ના મુદ્દામાલ જપ્ત કર્યો

પાટણ જિલ્લામાં અલ્હાબાદ, ગોધાના, દાદર, દુદખા, લોટેશ્વર અને સમોડા ખાતે જુગાર રમતા 32 શકુનિને પોલીસે રોકડ રૂ.32,530 ,11 મોબાઈલ 1 બાઈક મળી કુલ રૂ.60230ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્ાય હતા.

રાધનપુરના અલ્હાબાદ (વડલાળા) ગામમાં બુધવારે જુગાર રમતા 4 શકુનિ રોકડ રૂ.3240, 2 મોબાઇલ કિ.રૂ.7000 મળી કુલ કિ.રૂ.10240ના મુદામાલ સાથે ઝડપાયા હતા. જ્યારે સમી તાલુકાના ગોધાના ગામે મંગળવાર મધ્ય રાત્રીએ લાઇટના અજવાળે જુગાર રમતા 4 શકુનિ રોકડ રૂ.4000 તેમજ 2 મોબાઇલ જેની કિ.રૂ.3000 મળી કુલ રૂ.7000 સાથે ઝડપાયા હતા.

જ્યારે સમીના દાદર ગામના 6 શકુનિ રોકડ રૂ.3200 અને 4 મોબાઇલ કિ.રૂ.6500, બાઇક રૂ.10000 મળી કુલ રૂ.19700 સાથે ઝડપાયા હતા. જ્યારે સમી તાલુકાના દુદખા ખાતે 5 શકુનિ રોકડ રૂ.3270,3 મોબાઇલ રૂ.1200 મળી કુલ રૂ.4470 સાથે ઝડપાયા હતા.જ્યારે શંખેશ્વર તાલુકાના લોટેશ્વર ખાતે મંગળવારે રાત્રે 9 શકુનિ રોકડ રૂ.18,030 સાથે ઝડપાયા હતા. જ્યારે પાટણના સમોડા 4 શકુનિ રોકડ રૂ.790 સાથે ઝડપાયા હતા.

ઝડપાયેલા શકુનીઅો સામે ફરિયાદ
અલ્હાબાદ :- ઠાકોર ભરતભાઈ ધારશીભાઈ ઠાકોર રાજેશભાઈ મોતીભાઈ રાવળ કિરણભાઈ વિનોદભાઈ તમામ રહે. અલ્હાબાદ, રાવળ રાઘવભાઈ વેલાભાઈ રહે. સાંપરા
ગોધાના :- નાડોદા કલ્પેશભાઇ સોમાભાઇ, ઠાકોર નાનજીભાઇ મશરૂભાઇ, ઠાકોર બચુભાઇ રાયસંગભાઇ અને ઠાકોર જીતુભાઇ ચમનભાઇ રહે.તમામ ગોધાના
દાદર :- ગોસ્વામી બાબુજતી મોહનજતી, ગોસ્વામી લાલુજતી રામજતી, ચૌધરી દીનેશભાઇ રૂગનાથભાઇ, ચૌધરી ભલાભાઇ લક્ષ્મણભાઇ, ચૌધરી રામશીભાઇ મેહાભાઇ અને ચૌધરી રમેશભાઇ પેથાભાઇ રહે.તમામ દાદર
દુદખા :- ચમાર ભગુભાઇ ફકીરભાઇ, ચમાર ટોકરભાઇ સામાભાઇ, ઠાકોર રાજુભાઇ ભાથીભાઇ, તુરી ધીરેશભાઇ મનસુખભાઇ અને ઠાકોર કાળુજી નશાજી રહે.તમામ દુદખા
લોટેશ્વર :- ઠાકોર જીલાજી માવજીજી, ઠાકોર પ્રહલાદજી માવજીજી, દેવીપુજક દિનેશભાઇ કાંતિભાઇ, ઠાકોર ભરતજી પોપટજી, ઠાકોર અંકિતજી બચુજી, ઠાકોર વિજયજી ચેનાજી, ઠાકોર રૂપાજી સલુજી, ઠાકોર દિલીપજી બચુજી,ઠાકોર શૈલેષજી ગણાજી તમામ રહે. લોટેશ્વર
સમોડા :- ઠાકોર મુકેશજી રત્નાજી, ઠાકોર અજમલજી ધુડાજી, રાવળ શંભુભાઇ મોતીભાઇ અને દેવીપુજક મનુભાઇ સનાભાઇ રહે.તમામ સમોડા

અન્ય સમાચારો પણ છે...