મતદારોનો વધારો:પાટણ જિલ્લામાં વિધાનસભા મતદાર યાદીમાં 27,853 નવા મતદાર નોંધાયા

પાટણ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 18થી 19 વયજૂથના કુલ 20,748 યુવા મતદારોનો વધારો થયો

પાટણ જિલ્લામાં 1 થી 30 નવેમ્બર 2021 દરમિયાન મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમમાં નવા નામ ઉમેરવા, કમી કરવા અને સુધારા-વધારા કરવા માટે ફોર્મ ભરાયા હતા. રાધનપુર, ચાણસ્મા, પાટણ અને સિદ્ધપુર વિધાનસભા મતદાર વિસ્તારના મતદાર નોધણી અધિકારીઓ દ્વારા ભરાયેલ ફોર્મના હક્ક દાવા સાંભળ્યા હતા હતા અને આ હક્ક દાવા પરત્વે નિર્ણય કરી મતદારયાદીની આખરી પ્રસિધ્ધ ચુંટણી પંચની સુચનાનુસાર 5 જાન્યુઆરીના રોજ કરી છે.

1 જાન્યુઆરીએ મતદારયાદીની આખરી પ્રસિધ્ધ થતા ચારેય વિધાનસભા મતવિસ્તારમાં કુલ-27853 મતદારોનો ઉમેરો થયેલ છે. જેમાંથી 18-19 વયની વયજુથના કે જેઓના પ્રથમવાર જ મતદારયાદીમાં નામ નોધાયા તેવા 20447 18થી 19 વયના યુવા મતદારો મતદારયાદીમાં ઉમેરાયેલ છે. પાટણ જિલ્લામાં કુલ 11,21,573,મતદારો હતા.જેમાં વધારો થતા જિલ્લામાં કુલ 11,49,426 મતદારો નોધાયેલ છે.\

નવીન પ્રસિધ્ધ થયેલ મતદારયાદીમાં મતદાતાનું નામ ચકાસવા મોબાઈલમાં Voter Helpline App ડાઉનલોડ કરી તેમાં Epic નંબર દાખલ કરી તેના નામ ભાગ નંબર અને મતદાન મથકની વિગતો મેળવી શકશે. આ સિવાય ચૂંટણીપંચની https://www.nvsp.in/ વેબસાઈટ પર ચકાસણી કરી શકે છે. મતદારયાદીમાં નામની ચકાસણી બુથ લેવલ ઓફિસર મદદનીશ મતદાર નોધણી અધિકારી અને કલેક્ટર કચેરી ખાતેની ચૂંટણી શાખામાં પણ કરાવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...