વેક્સિનેશન:પાટણ જિલ્લામાં પ્રથમ ડોઝમાં 23 ટકા,બીજા ડોઝમાં માત્ર 9 ટકા લોકોનું વેક્સિનેશન બાકી

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં પ્રથમ ડોઝમાં 76.63 ટકા લોકો વેક્સિન લીધી છે જ્યારે બંને ડોઝ 90.39 ટકા લોકોએ લઈ લીધો છે એટલે બીજા ડોઝમાં માત્ર 9.61 ટકા લોકો જ રસીકરણથી બાકી રહ્યા છે. જ્યારે પ્રથમ ડોઝમાં 23.37 ટકા લોકો બાકી રહ્યા છે. બાકીના લોકોને આવરી લેવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સતત કામગીરી ચાલી રહી છે. જે ટૂંક સમયમાં પૂરું થઈ જશે તેમ કોરોના ઇન્ચાર્જ ડોક્ટર અક્ષય પ્રજાપતિએ જણાવ્યું હતું.

પાટણ જિલ્લામાં હેલ્થ કેર વર્કર 99.87 પ્રથમ ડોઝ, જ્યારે 98.89 ટકા લોકોનો બીજો ડોઝ પૂર્ણ થયો છે. જ્યારે ફ્રન્ટલાઈન વર્કરમાં 99.90 ટકા પ્રથમ ડોઝ,જ્યારે 98.85 ટકા લોકોનો બીજો ડોઝ પૂરો થયો છે. 18 વર્ષથી ઉપરના તમામ 11,20,001 લોકો પૈકી 8,58,302 લોકો પ્રથમ ડોઝમા આવરી લેવાયા છે. જ્યારે 6,92,697 લોકો પૈકી 6,26,136 લોકોને બંને રસી આપી દેવામાં આવી છે.

પાટણ જિલ્લામાં ચાણસ્મા, પાટણ, રાધનપુર, સાંતલપુર, સરસ્વતી અને સિદ્ધપુર તાલુકામાં 90 ટકાથી વધુ બીજા ડોઝનું રસીકરણ થઈ ચૂક્યું છે. જો ક,પ્રથમ ડોઝમાં પાટણ તાલુકામાં 83 ટકા કામગીરી થઇ છે તે સિવાયના અન્ય તાલુકાઓમાં 70 ટકાથી વધારે કામગીરી થઈ છે.

ટુંકા દિવસોમાં 100 ટકાની લક્ષ્ય પૂરો થશે તેવી શક્યતા
જિલ્લા આરોગ્ય કચેરીના કોરોના ઇન્ચાર્જ ડો.અક્ષય પ્રજાપતિએ જણાવ્યું હતું કે મોટાભાગનો વર્ગ રસીકરણથી આવરી લેવાયો છે. જિલ્લામાં રસીકરણની કામગીરી પણ ચાલી રહી છે અને તેમાં કામ સતત થઈ રહ્યું છે એટલે ખુબ જ ટુંકા દિવસોમાં 100 ટકાની લક્ષ્ય પૂરો થઈ જશે તેવી શક્યતા જોઈ શકાય છે. કેટલોક વર્ગ હજુ રસી નથી લેવી તેવી દલીલને વળગી રહ્યો હોવાથી ઘણા ગામોમાં તકલીફ પડી રહી છે પરંતુ વેક્સિન લેવાથી ફાયદો થાય છે અને રસી લીધા પછી બીમાર થઈ જવાતું નથી તેવી સમજદારી શહેરી અને ગ્રામ્ય લોકોમાં લાવવામાં તંત્રને સફળતા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...