રસીકરણ મહા અભિયાન:પાટણ જિલ્લામાં 20% લોકોએ પ્રથમ અને 2%લોકોએ બીજો ડોઝ લીધો નથી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • પ્રથમ ડોઝમાં સૌથી વધુ પાટણ તાલુકામાં જ્યારે સૌથી ઓછું સમી તાલુકામાં રસીકરણ થયું છે

કોરોના રસીકરણ મહા અભિયાનના લીધે કોરોના સંક્રમણ હાલમાં મંદ સામાન્ય સ્થિતિમાં છે ત્યારે રસીકરણને વેગ આપવા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ૨૨ મે ના રવિવારના રોજ તમામ આરોગ્ય કેન્દ્રો પર કોવિડ રસીકરણનું આયોજન કરાયુ છે . અત્રે નોંધનીય છે કે જિલ્લામાં અત્યાર સુધીમાં ૮૦.૯૦ ટકા પ્રથમ ડોઝ નું જ્યારે ૯૮.૫૦ ટકા બંને ડોઝનુ રશીકરણ થવા પામ્યું છે.

પ્રથમ ડોઝ માં સૌથી વધુ પાટણ તાલુકામાં જ્યારે સૌથી ઓછું સમી તાલુકામાં રસીકરણ થયું છે જ્યારે બીજા ડોઝમાં સૌથી વધુ હારીજ તાલુકામાં અને સૌથી ઓછું સિદ્ધપુર તાલુકામાં થયું છે. અભિયાન માટે કોવિન પોર્ટલ ઉપર ઉપલબ્ધ બીજા અને પ્રિકોશન ડોઝ માટેના બાકી લાભાર્થીની યાદી મુજબ એકપણ લાભાર્થી ડોઝથી વંચિત ના રહે તેવું આયોજન કરવામાં આવેલ છે.

જિલ્લામાં હેલ્થ કેર વર્કર્સ , ફ્રન્ટ લાઈન વર્કર્સ અને ૬૦ વર્ષથી વધુ વયજુથના કોવિડ વેક્સીનના પ્રિકોશન ડોઝ પાત્ર પૈકી ૪૫૬૭૯ લાભાર્થી તેમજ ૧૨ થી ૧૭ વર્ષના બીજા ડોઝના ૧૮૪૧૧ લાભાર્થીઓને આવરી લેવા માટે નવ તાલુકાઓના ૩૯૨ રસીકરણકેન્દ્રો પર રસીકરણની કામગીરી કરવામાં આવનાર છે તેમ જિલ્લા આરોગ્ય તંત્ર ના સૂત્રોએ જણાવ્યું હતું.

જિલ્લામાં તાલુકાવાઈઝ રસીકરણ

તાલુકાપ્રથમ ડોઝબીજો ડોઝ
ચાણસ્મા80.8199.02
હારિજ76.7199.83
પાટણ93.7299.02
રાધનપુર79.8198.44
સમી71.5598.33
સાતલપુર79.6497.44
સરસ્વતી80.1598.53
શંખેશ્વર76.199.03
સિદ્ધપુર74.7397.18
કુલ80.998.5

વેક્સિનેશન સ્થિતિ

ડોઝટાર્ગેટરસીકરણટકા
(હેલ્થ કેર વર્કર)
પ્રથમ8538852899.88
બીજો85288528100
(ફ્રન્ટલાઈન વર્કર)
પ્રથમ155331551899.9
બીજો155181536999.04
(સીટીઝન 18+)
પ્રથમ112000190613180.9
બીજો91191789824398.5
(વર્ષ 12 થી 14 સુધી)
પ્રથમ554294133874.58
બીજો404442621364.88

(વર્ષ 15 થી 17 વર્ષ સુધી)

પ્રથમ986846462965.49
બીજો647666026093.61
(પ્રિકોશન ડોઝ)1899235579129.53

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...