તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:પાટણ જિલ્લામાં આજે 125 નવા કેસ સામે 155 દર્દીઓ સ્વસ્થ થયા

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો આંક 9687 પર પહોંચ્યો

પાટણ જિલ્લા પ્રશાસન દ્વારા અપાયેલા આંશિક બંધ અને જિલ્લાવાસીઓ દ્વારા કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરતા મંગળવારે પાટણ જિલ્લામાં કોરોના ના કુલ 125 પોઝિટિવ કેસ પ્રકાશમાં આવ્યા છે તો 155 લોકો સ્વસ્થ થયા હતા .જેને લઈ લોકો માં થોડી રાહત થઈ છે. પરંતુ કોરોના ટેસ્ટીગ વધારવામાં આવે તો હજુ પણ પાટણ શહેર સહિત જિલ્લાભરમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો નોધાઈ તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોના વાઇરસ ના દિનપ્રતિદિન સંક્રમણના કારણે કોરોના પોઝિટિવ કેસો વધુ પ્રમાણમાં નોંધાઇ રહ્યા છે તેમજ જિલ્લા વાસીઓ દ્વારા કોરોના ની ગાઇડ લાઇનનો ચુસ્તપણે પાલન કરવાના કારણે તેમજ કોરોના ટેસ્ટીગ ધટતા છેલ્લા બે ત્રણ દિવસથી કોરોનાના કેસો માં મહંદ અંશે ઘટાડો નોંધાયો છે.

ત્યારે મંગળવારે પાટણ જીલ્લામાં કોરોના પોઝિટિવ નવા 125 કેસ નોંધાયા હતા .જેમાં પાટણમાં 42 ,સરસ્વતી 9, રાધનપુરમાં 4,સિધ્ધપુર 25, ચાણસ્મા 14, , સમી 15 હારીજ 13 મળી જીલ્લામાં કુલ નવા 125 કેસ નોંધાયા છે.તો જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ કેસો નો આકડો 9687 ઉપર પહોંચ્યો છે.તો 155 લોકો સ્વસ્થ થયા છે હાલમા હોમ આઈસોલેશન હેઠળ 753 દર્દીઓ સારવાર લઈ રહેલા છે તો 536 દર્દીઓના સેમ્પલ પેન્ડીગ હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...