તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:પાટણ જિલ્લામાં આજે નવા 109 કેસ સામે 154 દર્દીઓ સ્વસ્થ થયા

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો આંક 10000ની નજીક પહોંચ્યો

પાટણ જિલ્લા પ્રશાસન દ્વારા અપાયેલા લોકડાઉન અને જિલ્લાવાસીઓ દ્વારા કોરોનાની ગાઈડલાઈન નું ચુસ્તપણે પાલન કરવા છતાં પાટણ જિલ્લામાં કોરોનાના વધું 109 પોઝિટિવ કેસ પ્રકાશમાં આવ્યા છે તો 154 લોકો સ્વસ્થ બનતા લોકો માં થોડી રાહત થઈ છે.

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોના વાઇરસના દિનપ્રતિદિન કોરોના પોઝિટિવ કેસોનું પ્રમાણ ધીમે ધીમે ઘટી રહ્યું છે . તેમજ જિલ્લા વાસીઓ દ્વારા કોરોનાની ગાઇડલાઇનનુ ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે.

પાટણજિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી કોરોનાના કેસો માં મહંદ અંશે ઘટાડો નોંધાયો હતો. બુધવારે પાટણ જીલ્લામાં કોરોના પોઝિટિવ નવા 109 કેસ નોંધાયા હતા .જેમાં પાટણ શહેરમાં 13,સંડેર 4,સબોસણ,ખીમીયાણા અને મણુંદ ગામમાં બે બે સહીત તાલુકામાં કુલ 32,સિદ્ધપુર શહેરમાં રુદ્રમહાલય વિસ્તારમાં 3 સહીત 8,બીલીયા 3,ખળી 2 સહીત તાલુકામાં કુલ 23,ચાણસ્મા શહેરમાં 1,17 ગામોમાં એક એક મળી તાલુકામાં 18 કેસ આવ્યા છે. તો રાધનપુર શહેરમાં 3,છાણીયાથર ગામમાં 2 અને બાદરપૂર ગામમાં એક મળી તાલુકામાં 6,સમીના 4 ગામોમાં એક એક કેસ,હારીજના તંબોળીયા ,વાઘેલ અને સરેલ ગામમાં એક એક કેસ,સરસ્વતીમાં સાંપ્રા ગામમાં બે સહીત તાલુકામાં 4,સાંતલપુરમાં હેડ કવોટર્સ રેલવે સ્ટેશનમાં બે સહીત તાલુકામાં કુલ 8,શંખેશ્વરમાં ખાંડીયા,કુંવર અને સિપુર ગામમાં બે બે સહીત તાલુકામાં કુલ 11 કેસ મળી જિલ્લામાં નવા 109 કેસ નોંધાતા જિલ્લામાં કુલ કેસ આંક 9495 થયા હતા.વધુ 1441 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા.1286 ના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.સામે 154 દર્દીઓ એકસાથે સ્વસ્થ થયા હતા.ઘટીને 1136 એક્ટિવ કેસ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...