તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમત:પાટણમાં કોરોનાની 80 ટકા અસર છતાં મક્કમ મનોબળ રાખી દર્દી આઠમા દિવસે સ્વસ્થ થઇ ઘરે ગયા

પાટણ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સીટી સ્કેનમાં 21નો સ્કોર, ફેફસામાં ઈનકેશનથી ગંભીર હાલત થતા પરિવાર હિંમત હારી ગયો હતો
 • ડોક્ટર દ્વારા હૂંફ સાથે સારવાર કરતા દર્દી સ્વસ્થ થયો
 • ડોકટરે કહ્યું, ગંભીર કેસમાં દર્દીઓને હિંમત આપો સ્વસ્થ થઇ જશે

પાટણ શહેરમાંમાં યુવકના સીટી સ્કેનમાં કોવિડની 80 ટકા ગંભીર અસર બતાવતા ગંભીર દર્દીની હાલત જોઈ પરિવાર ભાગી પડ્યો હતો. પરંતુ જનતા હોસ્પિટલમાં ડૉક્ટર અને સ્ટાફ દ્વારા હિંમત અને હૂંફ સાથે સતત દર્દીની સારવાર કરતા સાત જ દિવસમાં સ્વસ્થ થઇ ગયો હતો. સ્વસ્થ દર્દીને રજા આપતા પરિવાર સાથે ઘરે ગયો છે. પરિવારે ડોક્ટરો જ જીવનદાતા સમાન ગણાવી તેમનો આભાર માન્યો હતો.

પાટણમાં રહેતા 41 વર્ષીય દિનેશ પટેલ કોરોના સંક્રમિત થતા સીટી સ્કેનમાં 21નો સ્કોર આવ્યો હતો. કોરોનાની ગંભીર અસર થતા ઓક્સિજન લેવલ ઘટી ગયું હતું અને ગંભીર હાલતમાં શહેરની જનતા હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે પરિવાર દર્દીની હાલત જોઈ હિંમત હારી ગયા હતા. પરંતુ ડો.પ્રતીક શાસ્ત્રી દ્વારા પરિવાર અને દર્દીને હિંમત આપી ઝડપથી સ્વસ્થ કરવાની હૂંફ આપી હતી.ડૉક્ટર સહીત સ્ટાફ દ્વારા ગંભીર દર્દીને હિંમત અને સાથે યોગ્ય સારવાર આપતા ફક્ત સાત દિવસમાં દર્દી સ્વસ્થ થઇ ગયો હતો. મંગળવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

કેસ ફેઈલ હોઈ અમે હિંમત હારી ગયા પરંતુ ડોક્ટર નહીં
દર્દીના ભાઈ દિલીપ પટેલે જણાવ્યું હતું કે, ડૉક્ટર અમને કહ્યું હતું કે કેસ ફેઈલ છે, સોમવારે મારા ભાઈની હાલત જોઈ અમે રડી ગયા હતા. પરંતુ દર્દી સામે હિંમત રાખી હતી. ડો.શાસ્ત્રી દ્વારા દર્દીને પાંચ દિવસમાં જ સાજો થઇ જઈશ હિંમત આપી સારવાર કરી આજે એકદમ સ્વસ્થ લઈને અમે ઘરે જઈએ છીએ.અમે હિંમત હારી ગયા હતા.પરંતુ ડોકટર નહીં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો