પાટણ વિધાનસભામાં પાટીદાર આંદોલન દરમ્યાન ઉભરી આવેલા કોંગ્રેસના કિરીટભાઈ પટેલ 2017 માં પ્રથમવાર ધારાસભ્ય ચૂંટાયા પછી સતત બીજી વખત ભાજપને માત આપીને ચૂંટાઈ આવ્યા છે જેને પગલે એક સમયે ભાજપનો ગઢ ગણાતી બેઠક પર કોંગ્રેસનો કબજો ચાલુ રહ્યો હતો તેઓ 17117 મતની લીડથી ચૂંટાયા હતા. તેઓનું ભવ્ય વિજય સરઘસ નીકળ્યું હતું. ભાજપના ઉમેદવાર પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ રબારીને 25,000ની જંગી લીડથી હરાવ્યા હતા.
ત્યારે ફરી 2022માં કોંગ્રેસ રીપિટ કરતા સક્ષમ ઉમેદવાર હોય ભાજપે સ્થાનિક ઉમેદવારના બદલે મહિલાઓ માટે લડતા મહિલા આયોગના સભ્ય રાજુલબેનની પસંદગી કરી મેદાનમાં ઉતાર્યા હતા. તેમને જીતાડવા માટે રાજ્યના મુખ્ય મંત્રીથી લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભા કરી જંગી લીડથી જીતાડવા માટે પ્રયાસ કર્યો હોય બન્ને પક્ષના ઉમેદવાર વચ્ચે કાંટાની ટક્કર થઈ હતી. મતગણતરી દરમ્યાન પ્રથમ રાઉન્ડમાં કોંગ્રેસ 125 મતની સરસાઇથી આગળ રહ્યા બાદ સતત 4 રાઉન્ડથી આગળ રહી હતી.
બાદ 5માં અને 11મા અને 14મા રાઉન્ડમાં જ સામાન્ય મતોથી ભાજપ પ્લસ રહેતા કોંગ્રેસની સતત લીડ વધતી રહી હતી.સરસ્વતીની ગણતરી બાદ સામાન્ય 2 થી 3 હજારની સરસાઇ બાદ શહેરમાં ભાજપ વધુ માઈન્સ રહ્યા બાદ પાટણ તાલુકાના ગામડાઓમાં 500થી લઈ 3,000 સુધીના મતોની લીડ કોંગ્રેસને મળતા છેલ્લા 23માં રાઉન્ડમાં 17117 મતથી કોંગ્રેસના ઉમેદવાર વિજેતા બન્યા હતા. વિધાનસભામાં કુલ 16 ઉમેદવારો હતા.જેમાં ભાજપ કોંગ્રેસ બંને ઉમેદવારોને બાદ કરતાં એક પણ ઉમેદવારની ડિપોઝિટ પરત મળે તેટલા પણ મત મળ્યા ના હોય ડિપોઝિટ ગુમાવવાનો વારો આવ્યો છે.
2017ની સરખામણીએ લીડ ઓછી મળી | ||
2022 | ||
પક્ષ | નામ | મત |
કોંગ્રેસ | કિરીટ પટેલ | 103505 |
ભાજપ | રાજુલ દેસાઈ | 86328 |
વિજેતા કોંગ્રેસ | 17177 લીડ | |
2017 | ||
પક્ષ | નામ | મત |
કોંગ્રેસ કિરીટ પટેલ | 103273 | |
ભાજપ રણછોડ રબારી | 77794 | |
વિજેતા કોંગ્રેસ | 25273ની લીડ |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.