પાટણ નોર્થ ગુજરાત એજયુકેશન કેમ્પસમાં આવેલ શ્રીમતી પી.કે.કોટાવાલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં 1989થી 2008 અભ્યાસ કરનાર 170 જેટલા વિદ્યાર્થીઓ પોતાની માર્કશીટ અને LC ન લઈ જતા કોલેજ દ્વારા અંતે કંટાળી અંતિમ 6 જૂન સુધી લઈ જવા માટે જાહેર સૂચના આપવામાં આવી છે.
પાટણ આર્ટસ કોલેજમાં 1989થી 2008 દરમ્યાન વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ પૂર્ણ કરનાર ઉત્તર ગુજરાતના 170 જેટલા છાત્રો અનેક જાણ કરવા છતાં પણ આળસુ વિદ્યાર્થીઓ પરિણામ અને માર્કશીટ લઈ ન જતા કોલેજમાં સાચવણી કરવી વર્ષોથી સ્ટાફને ભારે મુશ્કેલી પડી રહી કોલેજ અંતે કંટાળી વિદ્યાર્થીઓ માર્કશીટ અને LC લઈ જાય માટે વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરી કોલેજની વેબસાઈટ પર મુકી છે.
વિદ્યાર્થીઓને આગામી 6 જૂન સુધી કોલેજમાં રજાના દિવસ સિવાય લઈ જવા માટે જાહેર સૂચના આપી છે.તેવું કોલેજના પ્રિન્સિપાલ ડૉ. એલ.એસ.પટેલે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.