રખડતા ઢોરનો ત્રાસ:પાટણ શહેરમાં રખડતા ઢોર રસ્તા વચ્ચે આવી જતા બાઈક ચાલક નીચે પટકાયો, મોંઢા અને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ અસહ્ય બન્યો હોવા છતાં પાલિકા તંત્રએ કામગીરી શરૂ ન કરતા રોષ

પાટણ શહેરમાં તેમજ હાઇવે વિસ્તારમાં રખડતા ઢોરોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. રખડતા ઢોરો અવાર-નવાર રાહદારીઓને તેમજ વાહન ચાલકોને અડફેટમાં લઈને ગંભીર ઈજા પહોંચાડતા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે શહેરના હાઇવે પરથી રાજપુરથી પાટણ તરફ બાઈક પર આવી રહેલા ભરતભાઈને રોડ પર અચાનક રખડતી ગાય આવી જતા તેઓએ પોતાના બાઈકને અચાનક બ્રેક મારતા તેઓ રોડ પર પલટી ખાઈ ગયા હતા. જેથી તેઓના મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થવાની સાથે તેઓના ચાર દાંત પણ પડી ગયા હતા. તેમજ પગના ભાગે પણ તેઓને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળ્યો
શહેરમાં રખડતા ઢોરોની સમસ્યામાંથી શહેરીજનોને છુટકારો અપાવવામાં પાલિકાન વહીવટી તંત્રએ કોઈપણ પ્રકારની કામગીરી કે ઝુંબેશ હાથ ધરી નથી. જેથી પાલિકા તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
​​​​​​​​​​​​​​તંત્રને અનેક વખત રજૂઆત કરાઈ
પાટણ શહેરના મુખ્ય બજાર માર્ગો સહિત હાઇવે વિસ્તારોમાં અડીંગો જમાવીને બેસતા રખડતા ઢોરોનો ત્રાસ શહેરીજનો માટે તેમજ હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બન્યું છે. અનેક વખત પાલિકાના સત્તાધિશોને રખડતા ઢોરોની સમસ્યામાંથી શહેરીજનોને મુક્ત કરવા નકકર કામગીરી કરવા રજૂઆતો કરવા છતાં પાલિકાના તંત્ર દ્વારા રખડતા ઢોરોની સમસ્યાના નિવારણ માટે કોઈ નક્કર કામગીરી હાથ નહીં ધરતા શહેરીજનોમાં પાલિકા પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...