ભાસ્કર એક્સક્લૂસિવ:પાટણ શહેરમાં 100 ટકા ગ્રાહકોના વિજળી મીટર જીઓ મેપ સોફ્ટવેરમાં આવરી લેવાયા

પાટણ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શરૂઆતમાં સબસ્ટેશનો અને ટ્રાન્સફોર્મર આવરી લેવાયા પછી જાન્યુઆરીથી ગ્રાહકોનુ મેપિગ શરૂ થયું

પાટણ જિલ્લામાં ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા વીજળી ગ્રાહક જોડાણોનું જીઓ મેપિંગ કરાઈ રહ્યું છે જેના માટે વીજ તંત્રના ગ્રામ્ય વિસ્તારના લાઈનમેન તેમજ સહાયકો દ્વારા ગામડામાં ડોર ટુ ડોર મુલાકાત લેવામાં આવે છે અને લાઈટના મીટરની ફોટોગ્રાફી મોબાઈલ સોફ્ટવેર દ્વારા કરાઈ રહી છે. આગામી ટૂંક ભવિષ્યમાં કોઈપણ ગ્રાહકના જોડાણમાં કે લાઈનમાં ફોલ્ટ થશે તો આપમેળે સીધો જ સબ સ્ટેશનમાં રાખેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં જાણ થઈ જશે અને જે તે વિસ્તારના સંબંધિત લાઈન મેનને પણ તેનો મેસેજ મળી જશે તેવા આયોજનના ભાગરૂપે હાલમાં આ કામગીરી ચાલી રહી છે.

પાટણ શહેરમાં લગભગ સો ટકા જીઓ મેપિંગ થઈ ચૂક્યું છે તેમ વીજ તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું. જિલ્લામાં જૂન 2020થી જીઓ મેપની કામગીરી હાથ ધરી છે. જેમાં શરૂઆતમાં 11 કેવી સબ સ્ટેશનો તેમજ ટ્રાન્સફોર્મરોને આવરી લેવાયા હતા. હાલમાં એલટી અને કન્ઝ્યુમર જોડાણ માટે કામ ચાલી રહ્યું છે. ગયા જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કન્ઝ્યુમર મેપિંગ કામગીરી 64.23 ટકા થઈ છે. આગામી માર્ચ 2023 સુધીમાં કામગીરી પૂર્ણ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

પાટણ યુજીવીસીએલ સબ ડિવિઝન કચેરીના કાર્યક્ષેત્ર વિસ્તારમાં આવેલા 245811 ગ્રાહકો પૈકી 157893 ગ્રાહકોના વીજ જોડાણની જીઓ મેપિંગ કામગીરી પૂરી કરી છે જેમાં પાટણ શહેરમાં આવેલા 64,318 પૈકી 64092 વીજ ગ્રાહકોના વીજળી મીટર જીઓ મેપિંગ પર રજિસ્ટર કરી દેવાયા છે.વીજ કંપનીના નાયબ ઇજનેર બીવી પટેલના જણાવ્યા મુજબ જીઓ મેપિંગએ ડિજિટલાઇઝેશનનો એક ભાગ છે. વિદ્યુત લાઈનએ ટેકનિકલ સિસ્ટમ હોય છે તેનું પણ ડિજિટલાઈઝેશન કરાઈ રહ્યું છે.

તમામ ગ્રાહકોના જોડાણો અને સબ સ્ટેશન ટ્રાન્સફોર્મર બધા જ જીઓ મેપ ઉપર હશે. આગામી નજીકના ભવિષ્યમાં સબ સ્ટેશનમાં અત્યાધુનિક સોફ્ટવેર મુકાશે જેમાં કોઈપણ જગ્યાએ વિજ ફોલ્ટ થશે તેની તરત જાણ થઈ જશે અને કદાચ તે વખતે લાઈનમેનના મોબાઈલમાં સોફ્ટવેર હશે તો તેને પણ જાણ થઈ જશે એટલે ઝડપથી રિપેરિંગ કરીને ફોલ્ટ દૂર થઈ શકશે.

ગ્રાહકો પણ જે રીતે અત્યારે એક નંબર ઉપર ગેસ રીફીલ બુકિંગ કરાવી શકે છે તેવી જ રીતે વીજ તંત્રના એક જ નંબર ઉપર અલગ અલગ વિકલ્પ ઉપર પસંદ કરીને તેમની ફરિયાદ જણાવી શકશે. ઉપરાંત હાલમાં એક ડીપી પર સમારકામ કરવાનું હોય ત્યારે આખા ફીડરમાં વીજ સપ્લાય બંધની સૂચના આપવી પડે છે જીઓ મેપ કાર્યરત થઈ જશે તે પછી જેટલા ગ્રાહકોના પ્રશ્ન હશે તેને જ મેસેજ થશે.

પાટણ જિલ્લામાં ડિવિઝન વાઈઝ 64.28 ડિજિટલાઈઝેશન થયું

સબસ્ટેશનકુલ ગ્રાહકસર્વેટકા
ચાણસ્મા311352074266.62
હારિજ28467843229.62
જંગરાલ306371008632.92
પાટણ1303003009599.32
પાટણ2340183399799.94
પાટણ ગ્રામ્ય289351494351.64
રણુજ247702204488.99
સમી375491799747.93
કુલ24581115789364.23
અન્ય સમાચારો પણ છે...