• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • In Patan, Chief Minister Bhupendra Patel Inaugurated 'Regional Science Center' At A Cost Of Rs 100 Crore, The District Will Get A Gift Of Development Works Worth Rs 369 Crore.

ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી:ગુજરાત સ્થાપના દિને 9.38 લાખ સરકારી કર્મચારી-પેન્શનર્સને સરકારની ભેટ, મોંઘવારી ભથ્થાંમાં 3%નો વધારો

પાટણ7 મહિનો પહેલા
  • તા 01-07-2021થી 3 ટકાનો વધારો કરાયો
  • મોંઘવારી ભથ્થાનો દસ મહિનાનો તફાવત બે હપ્તામાં ચૂકવાશે
  • પ્રથમ હપ્તો મે-2022 અને બીજો હપ્તો જૂન-2022ના પગાર સાથે ચૂકવાશે

રાષ્ટ્રીય પર્વો રાજ્યના પાટનગરમાં ઉજવવાના બદલે જૂદા જૂદા જિલ્લા મથકે ઉજવવાની પરંપરા તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરુ કરી હતી. એ શ્રુંખલાના ભાગ રૂપે રાજ્યના ઉત્તર ગુજરાતના મહત્વના એવા પાટણ જિલ્લામાં આજે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી થઇ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ગૌરવ દિવસે રાજ્ય સરકારના કર્મચારીઓ તથા નિવૃત કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં તા 01-07-2021થી 3 ટકાનો વધારો કરાયો છે. સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓ-પેન્શનર્સ મળી 9.38 લાખ લોકોને આ લાભ મળશે. તા 01-07-2021થી મળવાપાત્ર થતો મોંઘવારી ભથ્થાનો દસ મહિનાનો તફાવત બે હપ્તામાં ચૂકવાશે, પ્રથમ હપ્તો મે-2022 અને બીજો હપ્તો જૂન-2022ના પગાર સાથે અપાશે.

100 કરોડના ખર્ચે 'રિજિયોનલ સાયન્સ સેન્ટર'નું લોકાર્પણ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લાના નાગરિકોને રૂપિયા 369 કરોડના 429 વિકાસ કામોની ભેટ મળશે. આ કામોમાં પાટણના નાગરિકોને રૂપિયા 264 કરોડના પાણી કામોનો પણ સમાવેશ થાય છે. યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સરસ્વતી તાલુકા કચેરી સામે 110 કરોડનાં ર્ખચે નિર્માણ થયેલા આધુનિક રિજિયોનલ સાયન્સ મ્યુઝિયમ, ડાયનાસોર ગેલેરી અને પાટણ ખાતે રૂપિયા 100 કરોડના ખર્ચે 'રિજિયોનલ સાયન્સ સેન્ટર'નું લોકાર્પણ કરાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પોલીસ હેડ ક્વાટર્સ ખાતે આયોજીત શસ્ત્ર પ્રદર્શનની મુલાકાત લીધી હતી. નિર્દશનમાં મૂકાયેલ શસ્ત્રોનું મુખ્યમંત્રીશ્રીએ રસપૂર્વક નિરીક્ષણ કરી સૈન્યના અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. આ ઉપરાંત સામાન્ય પરિવારોની મહિલાઓએ પોતાના ઘરે બનાવેલું ભોજન જનસમૂહ સાથે જમીને મુખ્યમંત્રીએ અદના સેવકની પ્રતિતી કરાવી હતી.

અનેક ગામોના 3.22 લાખથી વધુ લોકોને સીધો લાભ મળશે
મુખ્યમંત્રીના હસ્તે વિકાસ કામોના ખાતમુર્હુત અને લોકાર્પણથી જિલ્લાના અનેક ગામોના 3.22 લાખથી વધુ લોકોને સીધો લાભ મળશે. વિકાસની આ હેલીમાં પંચાયત વિભાગના સીસી રોડ, પીવાની પાઇપ લાઇન, પેવર બ્લોક સહિત 162 કામો રૂ 226.31 લાખના ખર્ચે નિર્માણ પામનાર છે. જેનાથી 144 ગામોની 28019 લોકોને ફાયદો થનાર છે. દેલવાડા અને નાગવાસણા ખાતે રૂ 50 લાખના ખર્ચે પેટા આરોગ્ય કેન્દ્રના ખાતમુર્હુતથી આરોગ્ય વિભાગના 02 કામોમાં 02 ગામની 10 હજાર વસ્તીને આરોગ્યની સેવાઓના લાભ મળનાર છે. રૂ 6450 લાખના ખર્ચે માર્ગ અને મકાન વિભાગના 06 કામો જેમાં 39 ગામોની 1 લાખ 32 હજાર 351ની વસ્તીને રસ્તાઓ સહિતની પ્રાથમિક સુવિધાઓ મળનાર છે.

આંગણવાડી મકાનોના ખાતમુર્હુત
પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાના 03 કામો 26,435.95 લાખના ખર્ચે તૈયાર થનાર છે. જેનાથી 01 ગામની 1476 પાટણવાસીઓ લાભ લઇ શકનાર છે. બાલીસણા, અજા અને ભાટસણ ખાતે આંગણવાડી કેન્દ્રોનું નિર્માણ થનાર છે. મહિલા અને બાળ વિકાસના રૂ 21 લાખના ખર્ચે 03 કામોના આંગણવાડી મકાનોના ખાતમુર્હુત થનાર છે. જેનાથી 03 ગામોની 379 બાળકને પોષ્ટીક આહાર મળી રહેશે સિધ્ધપુર નગરપાલિકા દ્વારા રૂ 96 લાખના ખર્ચે 01 કામનું ખાતમુર્હુત થનાર છે જેનાથી 2050 સિધ્ધપુરવાસીઓને ફાયદો થનાર છે.

1000 આવાસોનું લોકાર્પણ
આ કામોમાં ગૃહ વિભાગના 03 કામો અંતર્ગત પોલીસ અધિકારીઓ અને કર્મયોગીઓના રહેણાંક, પંચાયત વિભાગના સીસીરોડ પેવર બ્લોક, ગટર લાઇન સહિત ગ્રામ સુવિધાના કામો, રૂ 50 લાખના ખર્ચે સમોડા અને મીઠા ધરવા ખાતે તૈયાર થયેલા પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ, ઓરૂમાણા, ગોલીવાડા અને નાંદોત્રી ખાતે સરકારી શાળાના મકાનનું લોકાર્પણ, રાધનપુર, સમી, પાટણ અને સરસ્વતી તાલુકાની 26 આંગણવાડીના મકાનોનું લોકાર્પણ, મહિલા અને બાળ વિકાસ વિભાગના 26 કામો, જળ જીવન મિશન, નલ સે જલ યોજના અંતર્ગત કામના લોકાર્પણ, સિધ્ધપુર નગરપાલિકાનું કામ, પાટણ નગરપાલિકાનું 01 કામ,વાગડોદ અને ધરમોડા ખાતે નવી અધતન આઇ.ટી.આઇ મકાન, શ્રમ અને રોજગાર વિભાગના 02 કામો, ગ્રામ વિકાસ વિભાગની મનરેગા યોજનાના 25 કામો ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 1000 આવાસોનું લોકાર્પણોનો સમાવેશ થાય છે.

કોલેજ ગ્રાઉન્ડ ખાતે પોલીસ પરેડ યોજાઈ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પાટણ કોલેજ ગ્રાઉન્ડ ખાતે પોલીસ પરેડ નિદર્શન યોજાયું હતું. આ પરેડમાં નિરીક્ષણ સહિત વિવિધ કાર્યક્મોનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસની વિવિધ કામગીરીથી નાગરિકો અવગત થાય તે હેતુથી પોલીસ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ કાર્યક્મોમાં પરેડ, રાયફલ ડ્રિલ, મોટર સાયકલ સ્ટંટ શો, ડોગ શો, અશ્વ શો, બેન્ડ ડિસ્પલે સહિત સાંસ્કૃતિ કાર્યક્મોનું આયોજન થયું હતું.

આ પરેડમાં રાજ્યની વિવિધ પ્લાટુને પણ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. જેમાં ગાંધીનગરની ચેતક કમાન્ડો પ્લાટુન, મંડાળા પુરુષ પ્લાટુન એસઆરપી જૂથ 3, મુડેટી પુરુષ પ્લાટુન એસઆરપી જૂથ 6, મહેસાણા જિલ્લા પોલીસ મહિલા પ્લાટુન, ગાંધીનગર જિલ્લા પોલીસ મહિલા પ્લાટુન, ગુજરાત જેલ વિભાગ પુરુષ પ્લાટુન, પાટણ જિલ્લા પોલીસ પુરુષ પ્લાટુન, જામનગર મરીન કમાન્ડો પ્લાટુન, બનાસકાંઠા જિલ્લા પોલીસ પુરુષ પ્લાટુન, કચ્છ પૂર્વ પોલીસ પુરુષ પ્લાટુન, કચ્છ ભુજ પોલીસ પુરુષ પ્લાટુન, સાબરકાંઠા જિલ્લા પોલીસ મહિલા પ્લાટુન, બનાસકાંઠા જિલ્લા પોલીસ મહિલા પ્લાટુન, ગુજરાત વન વિભાગ મહિલા પ્લાટુન, અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ પુરુષ પ્લાટુન, પાટણ જિલ્લા હોમ ગાર્ડ પ્લાટુન, પાટણ જિલ્લા ગ્રામ રક્ષક પ્લાટુન, પાટણ જિલ્લા એસ.પી.સી પ્લાટુન, પોલીસ એસઆરપી બેન્ડ પ્લાટુનનો સમાવેશ થાય છે. આ પરેડમાં વિવિધ ટેબલો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. કુલ 710થી વધુ કર્મચારીઓએ પરેડમાં ભાગ લીધો હતો.

રાજ્યપાલે રાણકીવાવની મુલાકાત લીધી
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણકીવાવની મુલાકાત લીધી હતી. ગુજરાતના સ્થાપના દિનની ઉજવણી પાટણમાં થઈ રહી છે ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આંતરરાષ્ટ્રીય ફલક પર વૈશ્વિક ધરોહર તરીકે જાણીતી અને કલાપ્રેમીઓની માનીતી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણકીવાવની મુલાકાત લીધી હતી.

આ વેળાએ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...