તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાણીની સમસ્યા:પાટણમાં ઉનાળાની શરૂઆતમાં જ દુષિત પાણીથી પ્રજાની બુમરાડ ઉઠી, પાલિકામાં રજુઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા વેપારીઓમાં આક્રોશ

પાટણ16 દિવસ પહેલા
વેપારીઓએ એકત્ર થઇ દુકાનો બહાર પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો
 • 20 દિવસથી દુકાનો આવતું પીવાના પાણી દુષિત અને દુર્ગંધ મારે છે

પાટણ શહેરમાં ઉનાળાના આરંભમાં જ દુષિત અને અપૂરતા પાણી મળવાની પ્રજાની બુમરાડ ઉઠવા પામી છે. બગવાડા દરવાજા વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી દુકાનો આવતા પીવાના પાણી દુષિત અને દુર્ગંધ મારતા આવતા હોઈ વેપારીઓ દ્વારા પાલિકામાં સમસ્યા અંગે રજુઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા વેપારીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો.

પાટણ શહેરના બગવાડા દરવાજા વિસ્તારમાં આવેલ 100થી વધુ દુકાનોમાં પાલિકા દ્વારા વિતરણ કરવામાં આવતા પીવાના પાણી છેલ્લા 20 દિવસથી દુષિત અને દુર્ગંધ મારતું આવતા વેપારીઓને પાણીની ભારે હાલાકી ઉભી થવા પામી છે.

દુકાનોમાં આવતા ગ્રાહકોને અને વેપારીઓને મજબૂરીએ દુષિત પાણી પીવાની ફરજ પડી રહી છે.દુષિત પાણીથી બીમારીઓ થવાનો ભય હોઈ સત્વરે પાણીની સમસ્યા હલ કરવા માટે વેપારીઓ દ્વારા વિસ્તારના કોર્પોરેટરને બે વાર રજુઆત કરવા છતાં પાલિકા સમસ્યા દૂર કરવાં કોઈ કાર્યવાહી ન કરતા શુક્રવારે વેપારીઓ એકત્ર થઇ દુકાનો બહાર પાલિકા સામે રોષ વ્યક્ત કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો