હિસ્ટ્રીશિટર પકડાયો:પાટણમાં ઘરમાં ઘૂસી વૃદ્ધનું ગળું દાબી 50 હજાર લૂંટનારા 4 ઝબ્બે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેરમાં કોકાનો પાડો ગોળ શેરી ખાતે એકલા રહેતા સિનિયર સિટીઝન પ્રકાશભાઈ શાહનું ગળું દબાવી ઘરમાંથી રૂ.50,000ની લૂંટ કરવાની ઘટનામાં પોલીસે પાટણના ચાર શખ્શોને પકડી લીધા હતા.

પાટણ શહેરમાં ગોળશેરી ખાતે આવેલા કોકાના પાડામાં રહેતા સિનિયર સિટિઝન પ્રકાશભાઈ શાહના ઘરમાં 10 સપ્ટેમ્બરે ચાર અજાણ્યા બુકાનીધારી શખ્સોએ રાત્રિના 8:00ના અરસામાં સિનિયર સિટીઝનનુ ગળું દબાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ઘરમાં રહેલી રોકડ રકમ રૂ.50,000 અને એક મોબાઇલને લૂંટ કરી ગયા હતા. આ લૂંટ કરનાર શખ્સોને શોધી કાઢવા માટે એસ પી અક્ષયરાજ મકવાણાએ સૂચના આપતા એ-ડિવિઝન પી.આઇ. એ સી પરમાર તેમની સર્વેલન્સ ટીમના હેડ કોન્સ્ટેબલ હર્ષદભારથી, અલુભા, વિષ્ણુભાઈ, ફરહાન ભાઈ, યોગેશભાઈ, દિપકકુમાર સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે વખતે પ્રકાશભાઈ શાહના ઘર નજીક પાંજરાપોળ પાસે લગાવેલા સીસીટીવી કેમેરા પોલીસે ચેક કરતા રીઢો ગુનેગાર પાટણનો અલ્પેશ ઉર્ફે અપ્પુડી પરસોતમભાઈ પટેલ હોવાનું જણાઈ આવ્યું હતું. જેને પગલે પોલીસ તેની વોચ તપાસ માં હતી તે વખતે હેડ કોન્સ્ટેબલ હર્ષદભારથી પોલીસ કોન્સ્ટેબલ ફરહાન ભાઈ ને ખાનગી બાતમી મળી હતી કે આ લૂંટારાઓ લુટેલા પૈસાની વહેંચણી માટે રાણકી વાવ પાસે ભેગા થયા છે. જે હકીકત આધારે તેઓ ખાનગી વાહનમાં સ્થળ પર પહોંચી ત્રણ શખ્સોને કોર્ડન કરી પકડી લીધા હતા. તેમની અંગ જડતી કરતા અલ્પેશ ઉર્ફે અપ્પુડી પાસેથી રોકડા રૂ. 25000, મહોમ્મદ ઈરફાન પાસેથી રૂ.16000 મળી આવ્યા હતા. જ્યારે એક શખ્શ જુવેનાઈલ હોવાથી તેના વાલી ની હાજરીમાં પૂછપરછ કરતા લૂંટમાં ગયેલ મોબાઈલ મળી આવ્યો હતો.

કુખ્યાત આરોપી અલ્પેશ સામે આઠ ગુના નોંધાયા છે
પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ આરોપીઓની ધરકડ બાબતે માહિતી આપાતાં જણાવ્યું હતું કે આ ઘટનામાં સંડોવાયેલા આરોપી મોહમ્મદઇમરાન મુંબઈ અને મુંબઈથી દુબઈ જવાનો હતો તે દુબઇની ફ્લાઇટ પકડે તે પહેલા પોલીસની ટીમે મુંબઈ પહોંચે તે પહેલા તેને રસ્તામાંથી પકડી લીધો હતો અને તેની અટકાયત કરવામાં આવી છે. હિસ્ટ્રીશીટર અલ્પેશ ઉર્ફે અપ્પુડી પર આઠ જેટલા ગુના દાખલ થયેલા છે. જ્યારે મહમંદ શાહોલ અને મોહમ્મદ ઇમરાન સામે એક એક ગુનો દાખલ થયેલો છે.

પકડાયેલા આરોપી

  • અલ્પેશ ઉર્ફે અપ્પુડી પરસોત્તમભાઈ પટેલ રહે. પાટણ ગોળશેરી દાળિયાનો પાડો
  • મોહમંદસોહેલ આયુબભાઈ મલેક રહે પાટણ મુલ્લાવાડ ટાંકવાડા પાસે
  • મોહમ્મદ ઇમરાન ફારૂકભાઈ શેખ રહે પાટણ મુલ્લાવાડ
અન્ય સમાચારો પણ છે...