તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:પાટણમાં ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા પૂતળા દહન કાર્યક્રમ યોજાયો

પાટણ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોગ્રેસ સમિતિ દ્વારા બગવાડા ચોક ખાતે સુત્રોચ્ચાર કરાયા
  • કોંગ્રેસી કાર્યકરે પોલીસની નજર ચૂકવી પૂતળાદહન કરતાં અફડાતફડી મચી 7 કોંગ્રેસી કાર્યકરોની પોલીસે અટકાયત કરી

પાટણ નગરપાલિકામાં છેલ્લા 25 વર્ષથી એક હથ્થા શાસનકર્તા ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં પાટણના બગવાડા ચોક ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ કાર્યક્રમ યોજાયો હતો. કોંગ્રેસ દ્વારા ભાજપ શાસીક નગરપાલિકાની બોડીના કારોબારી ચેરમેન સહિત અન્ય સભ્યો દ્વારા કરવામાં આવતા ભ્રષ્ટ શાસનના વિરોધમાં ભ્રષ્ટાચારના પૂતળા દહનના કાર્યક્રમને લઇ પોલીસ અને કાર્યકરો વચ્ચે સંતાકુકડી જેવી રમતનો ખેલ સર્જાતા ભારે અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસની નજર ચૂકવી કોંગ્રેસના એક કાર્યકરે ભાજપના ભ્રષ્ટાચારના પૂતળાનું દહન કરતાં બગવાડાચોક ખાતે ભારે હંગામો મચી ગયો હતો.

પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ શાસીક નગરપાલિકાની બોડીમાં ચાલતા ભ્રષ્ટાચારી શાસનનાં વિરોધમાં વિપક્ષના કોર્પોરેટર ભરત ભાટીયાની આગેવાની હેઠળ બગવાડા ચોક ખાતે ભ્રષ્ટાચારયુકત શાસનનાં પૂતળાદહનનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો.

કોંગ્રેસ સમિતિ દ્વારા આપવામાં આવેલ આ કાર્યક્રમને લઇ બગવાડા ચોક ખાતે પોલીસનો કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો હતો. ત્યારે કોંગ્રેસી કાર્યકરોએ સૌપ્રથમ બગવાડાચોક ખાતે નગરપાલિકામાં દબાણ મામલે વહાલા દવલાની નીતિ અને માત્ર ઓટલા તોડવા બાબતે રૂપિયા પાંચ લાખની માંગણીના વાયરલ થયેલ ઓડીયો કલીપના મુદ્દે ભ્રષ્ટાચારી ભાજપ હાય..હાય..જેવા સૂત્રોચ્ચાર પોકારી પોતાના અવાજને બુલંદ કર્યો હતો. જોકે, થોડા સમય સુધી કોંગ્રેસી કાર્યકરોએ સૂત્રોચ્ચાર ચાલુ રાખતા પોલીસને પૂતળાદહનની પણ ગંધ આવી ગઇ હતી અને આ પૂતળાદહનના કાર્યક્રમને રોકવા માટે પોલીસના કર્મચારીએ ચારે તરફ ગોઠવાઇ ગયા હતા.

આ દરમિયાન કોંગ્રેસના એક કાર્યકરે પોલીસની નજર ચૂકવી બગવાડા ચોક ખાતે ભ્રષ્ટાચારયુકત શાસનના પૂતળાનું દહન કરી પૂતળું હાથમાં લઈને દોડતા પોલીસ પણ અવાક બની ગઈ હતી.તો આ ઘટનાને પગલે બગવાડા ચોક ખાતે થોડા સમય માટે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો અને પોલીસે આ કાર્યકરને મહા મુસીબતે ઝડપી પાડતા પોલીસ અને કાર્યકરો વચ્ચે પણ ઝપાઝપી થઇ હતી. ત્યારે અટક કરાયેલ કોગ્રેસ ના કાર્યકર હાર્દિક પટેલ મીડિયા ને જણાવ્યું હતું કે પોલીસે મારી સાથે અમાનુષી વર્તન કરી ગુપ્તાંગો પર માર માર્યો છે. તો આ કાર્યક્રમના આગેવાન વિપક્ષના કોર્પોરેટર ભરત ભાટીયાએ જણાવ્યું હતું કે, ભાજપ શાસીક નગરપાલિકાની બોડીમાં ભાજપ સંગઠનના ઓથા હેઠળ પ્રજાલક્ષી કામોના મામલે ભ્રષ્ટ વહીવટ કરવામાં આવી રહ્યો છે.

તાજેતરમાં દબાણનો મુદ્દો સમગ્ર શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો છે અને તેમાં પૈસાની લેતીદેતી ન થઇ હોય તેવો પુરાવો ભાજપના સભ્યો જાહેરમાં આપે તો વધુમાં આગામી સમયમાં નગરપાલિકાની સામાન્ય સભા સહિત ભાજપના જાહેર કાર્યક્રમોમાં પાંચસો રૂપિયાની નકલી ચલણી નોટો ઉછાળી ભ્રષ્ટાચારનો વિરોધ કરવામાં આવેશે તેમ જણાવ્યું હતું. આ જલદ કાર્યક્રમમાં પોલીસે 7 કોંગ્રેસી કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...