હનીટ્રેપ કરનારા પકડાયા:પાટણમાં ડોક્ટરના ભાઈનો ન્યૂડ વીડિયો ઉતારી 5 લાખ માગ્યા, પોલીસે ત્રણ આરોપીને ઝડપ્યા

પાટણ8 મહિનો પહેલા
  • પાટણના ડોકટરના ભાઈ સાથે હનીટ્રેપ કરનાર ત્રણ આરોપીઓને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા
  • ડોકટરનાં ભાઇનો ન્યુડ વીડિયો બનાવી તેની પાસેથી રૂા.5 લાખની માંગણી કરી હતી

ડોકટરનાં ભાઇનો ન્યુડ વિડીયો બનાવી તેની પાસેથી રૂા.5 લાખની માંગણી કરી હતી

પાટણની એક ખાનગી હોસ્પિટલનાં વ્યવસાયી ડોકટરનાં ભાઇનો ન્યુડ વિડીયો બનાવી તેની પાસેથી રૂા.5 લાખની માંગણી કરતા હનીટ્રેપમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને પાટણ એલસીબી પોલીસે ઝડપી પાડી સાયબર ક્રાઈમના ગુનાનો કર્યો છે.

પાટણની એક ખાનગી હોસ્પિટલનાં વ્યવસાયી ડોકટરનાં ભાઇનો ન્યુડ વીડિયો બનાવી તેની પાસેથી રૂા.5 લાખની માંગણી કરતા હનીટ્રેપમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને પાટણ એલસીબી પોલીસે ઝડપી પાડી સાયબર ક્રાઈમના ગુનાનો કર્યો છે.

ન્યૂડ વીડિયો બનાવી વાઇરલ કરવાની ધમકી આપી હતી
જાણવા મળતી માહિતી મુજબ પાટણ શહેરમાં આવેલી એક હોસ્પિટલમાં ફરજ બજાવતા એક ડોક્ટરના ભાઈના મોબાઈલ પર 12 જૂનથી 26 જૂન દરમિયાન વોટ્સએપ થકી ઓડિયો કોલ કરવામાં આવતા હતા અને ડોક્ટરના ભાઈના ન્યૂડ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાની ધમકી આપવામાં આવી રહી હતી. ધમકી આપીને ડોક્ટરના ભાઈ પાસેથી 5 લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. જે અંગે સાઇબર સેલમાં ફરિયાદ કરવામાં આવી હતી.

છટકું ગોઠવી ત્રણ આરોપી પકડ્યા
જે અનુસંધાને કચ્છ ભુજ રેન્જ આઇજી અને જીલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર પાટણ એલસીબી ટીમે ટેકનીકલ સર્વેલન્સના આધારે છટકુ ગોઠવ્યું હતું અને હનીટ્રેપના ગુનામાં સંડોવાયેલા આરોપી ઠાકોર શિવપાલ ઉર્ફે હમીર પ્રહલાદજી હેમરાજભાઇ, ઠાકોર વિશાલભાઈ બળવંતજી અને સાધુ લાભેશ પ્રહલાદભાઇને ઝડપી પાડ્યા છે. જયારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની તપાસ બી ડીવીઝન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. આમ પાટણના ડોક્ટરના ભાઈ સાથે હનીટ્રેપ કરનાર ત્રણ આરોપીઓને એલસીબી પોલીસે ઝડપી પાડી ગુનાનો પર્દાફાશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...