• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • In Patan, About 800 Applications Were Received For The Scheme Of Giving Loans To Hawkers, Out Of 1505 Registered, 700 Are Still Pending

ફેરિયાઓનો મોળો પ્રતિસાદ:પાટણમાં ફેરિયાઓને લોન આપવાની યોજનામાં 800 જેટલી અરજીઓ આવી, નોંધાયેલા 1505માંથી હજુ 700 લોકો બાકી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકાની સમાજ સંગઠન શાખાનાં અધિકારીઓ દ્વારા પ્રયાસો હાથ ધરાયા પી.એમ. સ્વનિધિ યોજના અંતર્ગત રૂા. 10 હજારની લોન આપવાની યોજના અમલી નહિં નોંધાયેલા લોકો પણ કરી શકે છે અરજી

પાટણ શહેરમાં નોંધાયેલા 1505 પૈકી 800 શેરી ફેરિયાઓએ પાટણ નગરપાલિકામાં પી.એમ. સ્વનિધિ યોજના અંતર્ગત ધંધો રોજગાર કરવા માટે રૂા. 10 હજારની લોન આપવાની યોજના અમલી બનાવાઈ છે. જેમાં નોંધાયેલા 1505માંથી હજુ 700 લોકો બાકી રહેતા નગરપાલિકા હજુ પણ વધુમાં વધુ લાભાર્થીઓને શોધી રહી છે.

પાટણમાં જે લોકોની ફેરિયાકાર્ડ આપીને નોંધણી કરાયેલી છે, તેવા 1505માંથી હજુ પણ 700 જણાએ અરજીઓ કરીને લોનની માંગણી કરી ન હોવાથી પાટણ નગરપાલિકાની સમાજ સંગઠન શાખાનાં અધિકારીઓ દ્વારા તે અંગેના પ્રયાસો હાથ ધરાયા છે.

સરકારે પાટણ પાલિકાની આ શાખાને વધુ 700 જણાને લોન આપવા માટે અરજીઓ મંગાવવાનો લક્ષ્યાંક આપ્યો છે. જેથી અધિકારીઓ હવે જે ફેરિયાઓ પાસે ફેરિયાકાર્ડ નથી તેવા લોકોને પણ આ લોન આપવાની તૈયારી દર્શાવીને તેમની પાસે અરજીઓ મંગાવવા પ્રયાસો કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...