તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાટણમાં બગેશ્વર મહાદેવ મંદિરની પાછળ વર્ષોથી રહેતા ચંદ્રસિંહ અમુજી ઠાકોર (38)એ તેમના અવરજવરના કાયમી રસ્તા ઉપર રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા દીવાલ ચણી લેવાતાં રસ્તો 3 ફૂટ જેટલો સાંકડો થઇ ગયો છે, જે દીવાલ દૂર કરવા વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ પગલાં નહીં લેવાતાં તેણે મંગળવારે સવારે ઘરમાં જ શરીર પર પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધી હતી અને સળગતી હાલતમાં જાહેર રસ્તા પર દોડતા દોડતો બહાર આવતાં લોકોએ ચીસાચીસ કરી મૂકી હતી. તે રેલવે સ્ટેશન તરફ દોડતાં તેનાં સ્વજનો ધાબળો અને કોથળા લઈ તેને બચાવવા પાછળ દોડ્યાં હતાં, જેને સંતોકબા હોલ પાસે લોકોએ પકડી જનતા હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડ્યો હતો. તે 85 ટકા દાઝી ગયો હોઇ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો હતો. યુવકે આપઘાત માટે મંદિર ટ્રસ્ટ, નગરપાલિકા, સિટી સર્વે કચેરી, પોલીસ સામે આક્ષેપ કર્યા છે. પોલીસે જાણવાજોગ માહિતી નોંધી છે.
અમારા રસ્તાની 3 ફૂટ જગ્યા દબાવી, ઠાઠડી નીકળે એટલી પણ જગ્યા છોડી નથી એટલે આત્મવિલોપન કર્યું: ચંદ્રસિંહ
આત્મવિલોપન કરતાં પહેલાં કહ્યું
પાટણ નગરપાલિકા, સિટી સર્વે અને રામજી મંદિર ટ્રસ્ટ અમારો 3 ફૂટ રસ્તો રોકીને બેઠા છે, એ લોકો અમારું કંઇ સાંભળવા રાજી નથી. જ્યારે કલેક્ટર કચેરીમાં જઈને હું અગ્નિ સંસ્કાર કરીશ તો એ લોકોને જવાબ આપવો પડશે. આજે હું બળીશ તો કાલે એ લોકોને જવાબ આપવો પડશે કે શું કર્યુ. પછી મને કેવા ના આવતા. અહીંથી મારી 4 ફૂટ ઠાઠડી નીકળે, 4 જણા જાય એવી વિનંતી. જય ભારત જય કિસાન...
આત્મવિલોપન કર્યા બાદ કહ્યું
રામજી મંદિરના મોહનભાઇ પટેલ અને રમેશભાઈ ટ્રસ્ટી છે. મારી જોડે આવ્યા. મેં કીધું દીવાલ તોડી નાખો, તેમણે ના પાડીને મારવા આવ્યા. મેં કીધું રહેવા દો. કંઈક કરી દઈશ. મેં કલેકટર કચેરીમાં જાણ કરી હતી. નગર પાલિકામાં અરજી આપી હતી. બાંધકામમાં માંગણી કરી હતી પણ કોઈ કંઈ કરતા નથી. એ લોકો ના પાડતા હતા દીવાલ નહીં તોડીએ. તમારે જે કરવું હોય એ કરી લો. એટલે મેં આત્મ વિલોપન કરી લીધું.
કોઈ તકરાર કરી જ નથી
અમારે કોઈ તકરાર કે વિવાદ થયો જ નથી. કોઈ પોલીસ કેસ કે કોર્ટ કેસ પણ ચાલતો નથી. અમે અમારી મંદિરની જ જગ્યા હોલ બનાવવા માટે બાંધકામ શરૂ કર્યું હતું, ત્યારે થોડા પૈસાની ખોટ થતાં બંધ કર્યું હતું અને હવે સગવડ થતાં 4 દિવસ પહેલાં જ શરૂ કર્યું છે. સવારથી હું મંદિરમાં છું, કોઈ વાત થઇ નથી. આ ક્યારે બનાવ બન્યો એ પણ મને ખબર નથી. - રમેશચંદ્ર આપ્પા, રામજી મંદિરના ટ્રસ્ટી અને પૂજારી
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.