તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાટણ શહેરમાં મંગળવારે સવારે એક યુવકને જાહેર રસ્તા પર સળગતી હાલતમાં દોડતાં હડકંપ મચી ગયો હતો. બગેશ્વર મહાદેવની પાછળ વર્ષોથી રહેતા ચન્દ્રસિંહ અમુજી ઠાકોર(ઉં.38)ના ઘરની બાજુમાં પસાર થવાના રસ્તા પર બાજુમાં આવેલ રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા દીવાલ બનાવી રસ્તો સાંકડો કરી દેતાં વારંવાર રજૂઆત કરવા છતાં મંદિરે ટ્રસ્ટે દીવાલ દૂર ના કરતાં યુવકે મંગળવારે ઘરની અંદર શરીર પર પેટ્રોલ છાંટી આગ ચાંપી સળગતી હાલતમાં જાહેર રસ્તા પર દોડતા લોકોએ ચીસાચીસ કરી મૂકી હતી. લોકો અને યુવકના સ્વજનોએ ધાબળો અને કોથળા લઈ તેની પાછળ દોડ્યા હતા. અડધો કલાક પછી લોકો તેને પકડી જનતા હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. 85 ટકા દાઝી જતાં યુવકને સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો છે. યુવકે આપઘાત માટે મંદિર ટ્રસ્ટ,નગરપાલિકા, સિટી સર્વે કચેરી, પોલીસ સામે આક્ષેપ કર્યા છે. પોલીસે જાણવાજોગ નોંધ કરી છે.
પાટણમાં બગવાડાથી રેલવે સ્ટેશન રોડ પર આવેલા બગેશ્વર મહાદેવ મંદિરની પાછળ વર્ષોથી રહેતા 3 પરિવારોને પસાર થવાના રસ્તા પર બાજુમાં આવેલ રામજી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા દીવાલ ઉભી કરતા રસ્તો સાંકડો થઇ જતા ટ્રસ્ટીઓને દીવાલ દૂર કરવા અનેક રજૂઆત છતાં ટ્રસ્ટીઓ ન માનતા પ્રથમ મકાનમાં રહેતા ચન્દ્રસિંહ અમુજી ઠાકોર આ બાબતે પાલિકા અને કલેકટર કચેરીમાં રજુઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવ્યો ન હતો. ત્યારે મંગળવારે હતાશ થઇ સવારે બજારમાંથી પેટ્રોલ બાટલામાં ભરીને લઇ આવી 10 વાગ્યા આસપાસ ઘરમાં કોઈ હાજર ન હતું ત્યારે પોતાના શરીર પર પેટ્રોલ છાંટી જાતે જ આગ ચાંપી દીધી હતી અને સળગતા ઘરની બહાર નીકળતા બહાર ઉભેલા તેમના કૌટુંબિક સંબધીઓ ચીસાચીસ કરી હતી.
રસ્તાના દબાણ મુદ્દે યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો
બનાવની જાણવા મળેલી પ્રારંભિક વિગતો અનુસાર, પાટણ શહેરમાં રસ્તા પરના દબાણ મુદ્દે એક યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. યુવકે પોતાની જાત પર કેરોસિન છાંટી આગચંપી કરી હતી. બાદમાં યુવક બજારમાં સળગતી હાલતમાં જ દોડી રહ્યો હતો. એક સમયે ભયાવહ માહોલ સર્જાયો હતો અને બજારમાં હાજર લોકોમાં પણ નાસભાગ મચી ગઇ હતી.
યુવકને હોસ્પિટલ ખસેડાયો
સળગતી હાલતમાં યુવકને દોડતો જોઇ કેટલાક લોકોએ હિંમત કરી હતી અને તેને બચાવવા માટે તેઓ પણ તેની પાછળ દોડી રહ્યા હતા. આગ ઓલવી શકાય એવી જે પણ વસ્તુ હાથમાં આવી એ લઇને કેટલાક લોકો એ યુવકની પાછળ દોડ્યા હતા અને આગ ઓલવી હતી. ત્યાર બાદ યુવકને હોસ્પિટલ ખસેડ્યો હતો.
300 મીટર આસપાસ ઈસમ સળગતો દોડ્યો
ઈસમ ઘરમાં સળગ્યો અને બળતરા બાદ ઘરની બહાર આવતા બહાર ઉભેલા લોકોએ આગ બુઝાવવા માટે પ્રયાસ કર્યો પરંતુ આગની જ્વાળામાં લોથપોથ હોઈ બળતરાના કારણે બજારમાં દોડ્યો હતો.બગેશ્વર થી લઇ રેલવે સ્ટેશન 3 રસ્તા થી વળી પાલિકા બજાર તરફ દોડ્યો હતો.ત્યાં આગળ જતા સંતોકબા હોલ સામે પડતા વળાંકમાં ઢાળ ઉતરતા તેને પકડી લીધો હતો.અંદાજે ઘરેથી 300 મીટર જેટલો તે દોડ્યો હતો.
એક લીટર પેટ્રોલ પોતાના પર છાંટ્યું હતું
ઈસમ આત્મ વિલોપન માટે પાણીની એક લીટરની બોટલમાં તે પેટ્રોલ ભરીને લાવ્યો હતો.અને ઘરમાં મુખ્ય દરવાજાનો બંધ કરી ઓસરીમાં જ પોતાના પર છાંટી સળગ્યો હતો.અને બાદમાં એ બોટલ ઘરમાં જ ખૂણામાં ફેંકલી જોવા મળી હતી.સમગ્ર ઘર પેટ્રોલની વાસ આવતી હતી.
તંત્રમાં રજુઆત કરી કોઈ જોવા ન આવ્યું અંતે કોઈ ન સાંભળતા તેમને પગલું ભર્યું: પાડોશી
પાડોશી ભીલ હિતેશભાઈએ જણાવ્યું હતું પહેલા 4 ફૂટની જગ્યા હતી પરંતુ તેમને દીવાલ બનાવી દેતા રસ્તો સાંકડો થઇ ગયો હતો.અમારી ઘરના કોઈ સ્વજનનું મોત થાય તો અર્થી પણ નીકળી શક્તિ નથી.પહેલા કામ ચાલુ કર્યું હતું પછી કલેકટર અને પાલિકામાં રજુઆત કરી હતી પરંતુ કોઈ જોવા આવ્યું ન હતુ.પહેલા કેસ થયો હતો અને સ્ટે લાવ્યા હતા પરંતુ ખબર નહીં તેમને કેવી રીતે સ્ટે હટાવીને કામ ચાલ્યું કર્યું.એમની રજુઆત કોઈ સાંભળતા તેમને આ પગલું ભર્યું છે.
સવારે રકઝક થઇ છતાં ટ્રસ્ટીએ કહ્યું કોઈ રજુઆત કે તકરાર કરી જ નથી
રામજી મંદિરના ટ્રસ્ટી અને પૂજારી રમેશચંદ્ર ચંદ્રશેખર આપ્પા હાલમાં વહીવટ કર્તા છે.અને મંદિરમાં જ છેલ્લા 40 વર્ષથી રહે છે.તેમને આ બાબતે પૂછતાં તેમને જણાવ્યું હતું કે અમારે કોઈ તકરાર કે વિવાદ થયો જ નથી.કોઈ પોલીસ કેસ ,કે કોર્ટ કેસ પણ ચાલતો નથી.અમે અમારી મંદિરની જ જગ્યા હોલ બનાવવા માટેનું બાંધકામ શરૂ કર્યું હતું ત્યારે થોડા પૈસાની ખોટ થતા બંધ કર્યું હતું અને હવે સગવડ થતા 4 દિવસ પહેલા જ કામ શરૂ કર્યું છે.આજ સવારથી જ હું મંદિર માં જ છું કોઈ વાત જ થઇ નથી.આ ક્યારે બનાવ બન્યો એ પણ મને કોઈ ખબર નથી.તેમ કહી આ ઘટનાથી અને અને તેમની રજુઆત મામલે મંદિર ત્રસ્ત અજાણ હોઈ તેઓ જવાબ આપ્યો હતો.ત્યારે ઘટનાના પ્રત્યક્ષ દર્શી તેમના ભાઈએ કહ્યું હતું કે સવારે રકઝક થઇ હતી અને ત્યારબાદ મારા ભાઈએ અમારી જાણ બહાર આ પગલું ભરી લીધું હતું.
આત્મવિલોપન પહેલા શું કર્યુ?
પાટણ નગરપાલિકા, સિટી સર્વે અને રામજી મંદિર ટ્રસ્ટ અમારો 3 ફૂટ રસ્તો રોકીને બેઠા છે, એ લોકો અમારું કંઇ સાંભળવા રાજી નથી. જ્યારે કલેક્ટર કચેરીમાં જઈને હું અગ્નિ સંસ્કાર કરીશ તો એ લોકોને જવાબ આપવો પડશે. એ લોકો શુ કરશે એ મને ખબર નથી. આજે હું બળીશ તો કાલે એ લોકોને જવાબ આપવો પડશે કે શું કર્યુ. પછી મને કેવા ના આવતા. અહીંથી મારી 4 ફૂટ ઠાઠડી નીકડે, 4 જણા જાય એવી વિનંતી. આજે મું નેનો માનસ છું, મારે કેવું સાંભળતાં નથી કે સિટી સર્વેયરને માપી આપવા વિનંતી. પૂરી ઠાઠડી બોધાય એવી અમાર લોકોની નમ્ર વિનંતી એવી તમે લોકો અપેક્ષા રાખુ છું. જ્યારે પણ આવો કોઈ ઓર્ડર આવે ત્યારે એ લોકો મને મારવા આવતા, આ કારીગર મારવા આવ્યા હતા. પોલીસવાળા પણ સાંભળતા નથી. એસપી હોય કલેક્ટર હોય કોઇ અમારી માન્યતા રાખતા નથી. એસપી સાહેબને એમ કહેવું શે આ મારી હદ ના આવે તો મારે શું કરવું
આત્મવિલોપન બાદ ચંદ્રસિંહ ઠાકોરે કહ્યું?
રામજી મંદિરના મોહનભાઇ પટેલ અને રમેશભાઈ ટ્રસ્ટી છે. મારી જોડે આવ્યા મેં કીધું દીવાલ તોડી નાખો, તેમણે તોડવાની ના પાડીને મારવા આવ્યા. મેં કીધું રહેવા દો. કંઈક કરી દઈશ. મેં કલેકટર કચેરીમાં જાણ કરી હતી. નગર પાલિકામાં અરજી આપેલી હતી. બાંધકામમાં માંગણી કરી હતી પણ કોઈ કંઈ કરતા નથી. એ લોકો ના પાડતા હતા દીવાલ નહીં તોડીએ. તમારે જે કરવું હોય એ કરી લો. એટલે મેં આજે આત્મ વિલોપન કરી લીધું.
આત્મવિલોપન માટે આ લોકોને જવાબદાર ઠેરવ્યા
1. રામજી મંદિર ટ્રસ્ટ : ટ્રસ્ટીએ કહ્યું, કોઈ તકરાર કરી જ નથી
રામજી મંદિરના ટ્રસ્ટી અને પૂજારી રમેશચંદ્ર ચંદ્રશેખર આપ્પા હાલમાં વહીવટકર્તા છે અને મંદિરમાં જ છેલ્લા 40 વર્ષથી રહે છે. આ બાબતે પૂછતાં તેમણે જણાવ્યું કે,અમારે કોઈ તકરાર કે વિવાદ થયો જ નથી. કોઈ પોલીસ કેસ કે કોર્ટ કેસ પણ ચાલતો નથી. અમે અમારી મંદિરની જ જગ્યા હોલ બનાવવા માટે બાંધકામ શરૂ કર્યું હતું, ત્યારે થોડા પૈસાની ખોટ થતાં બંધ કર્યું હતું અને હવે સગવડ થતાં 4 દિવસ પહેલાં જ શરૂ કર્યું છે.સવારથી હું મંદિરમાં છું, કોઈ વાત થઇ નથી. આ ક્યારે બનાવ બન્યો એ પણ મને કંઈ ખબર નથી. જ્યારે ઘટનાના પ્રત્યક્ષદર્શી તેમના ભાઈએ કહ્યું કે, સવારે રકઝક થઇ હતી અને ત્યાર બાદ મારા ભાઈએ અમારી જાણ બહાર આ પગલું ભર્યું હતું.
2. બગેશ્વર મંદિર: ટ્રસ્ટની જમીન પણ ટ્રસ્ટોનો કોઈ વિવાદ નથી
બગેશ્વર મહાદેવ મંદિરના પૂજારી કમલેશભાઈ રાવલે જણાવ્યું કે, અમારા જમીનના મકાનમાં 100થી વધુ વર્ષથી આ લોકો ભાડૂઆત છે. જમીનના પ્રશ્ન મામલે બંને ટ્રસ્ટો વચ્ચે કોઈ કોર્ટ કેસ ચાલતો નથી કે કોઈ વિવાદ અમારો નથી. આ વિવાદનો પ્રશ્ન ભાડૂઆતવાળાનો હતો.
3. નગરપાલિકા: 22મીએ રજૂઆત કરી હતી,પણ પગલાં નાં લીધાં
ચંદ્રસિંહ ઠાકોરે ગત 22 ડિસેમ્બરે પાલિકામાં રજૂઆત કરી હતી. જેમાં રામજી મંદિરના પૂજારી રમેશભાઈ, ટ્રસ્ટી મોહનભાઈ અને કોન્ટ્રાક્ટર સાથે મળી તેમના ઘરની આગળના ભાગે દબાણ કરી બાંધકામ કરે છે, બાંધકામ કરવા માટે રામજી મંદિર સર્વે નંબર 1700માં મંજૂરી અપાઇ છે કે કેમ જો મંજૂરી અપાઇ હોય તો તેની માહિતી, રજાચિઠ્ઠી, તેના નકશાની કોપીની માગણી કરી હતી.
4. પ્રાંત કચેરી : 4 વર્ષ થી તકરાર ચાલે છે
પ્રાંત અધિકારી સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે, આ ઘટના મારા ધ્યાને આવી છે. આ બાબતે માહિતી મેળવીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. તંત્રને કરેલી રજૂઆત બાબતે કહ્યું કે, ફાઈલનો અભ્યાસ કર્યા બાદ ચર્ચા કરાશે.
5. દોષિતો સામે કાર્યવાહી ન થાય તો આંદોલનની ચીમકી : ઠાકોરસેના
પાટણ શહેરમાં ન્યાય માટે ઠાકોર સમાજના યુવાને મંગળવારે સવારે અગ્નિ સ્નાન કર્યું હતું, તેના દોષિતો સામે તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો ઠાકોર સેના ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઠાકોર સેનાના કાર્યકર દિનેશજી ઠાકોર અને મગનજી ઠાકોરે ઉચ્ચારી હતી.
85 ટકા દાઝી ગયો હોઇ અમદાવાદ ખસેડાયો
મોઢા સિવાય બે હાથ-પગ, છાતી, પેટ, પીઠ સહિત શરીરનો 85 ટકા ભાગ દાઝી ગયો છે. પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં રીફર કરાયા છે. - ડો. સાગર ગુપ્તા, જનતા હોસ્પિટલ
પોલીસે નિવેદન આધારે જાણવાજોગ નોંધ કરી
ચંદ્રસિંહ ઠાકોરનું કહેવું છે કે, મંદિરનું બાંધકામ ચાલતું હોવાથી તેમના રસ્તા બાબતે ચાર વર્ષથી તકરાર ચાલે છે. પાલિકા, પ્રાંત અને કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી હતી.છતાં નિરાકરણ ન આવતાં તે મંગળવારે ટ્રસ્ટી મોહનભાઈ પટેલ અને પુજારી રમેશભાઈને રસ્તાના નિરાકરણ માટે મળ્યો હતો. પણ સંતોષકારક જવાબ ન મળતાં જાતે પેટ્રોલ છાંટી આગ લગાવી કલેક્ટર કચેરી જવા માટે દોડ્યો હતો. નિવેદન આધારે જાણવાજોગ નોંધી તપાસ શરૂ કરાઇ છે. - પરિમલ દેસાઇ, પીઆઈ બી ડિવિઝન
રસ્તા પર સળગતો દોડતો જોઈ લોકો ગભરાયા
શિવાજી ઠાકોરે જણાવ્યું કે, રાજમહેલ રોડ સળગતી હાલતમાં દોડતો જોયો. તેની પાછળ લોકો દોડતા હતા. હું ગભરાઈ ગયો હતો. મેડિકલના સંચાલકે કહ્યું કે, ઘટનાને જોયા બાદ હું પણ હતપ્રભ થઇ ગયો હતો.
માંગણી ન સ્વીકારાતાં હતાશ થઇ ગયા હતા
ચંદ્રસિંહે ટ્રસ્ટીઓને દીવાલ તોડી દૂર બનાવવા માટે કહેવા છતાં ન માનતાં ટ્રસ્ટી સાથે રકઝક થઈ હતી. અનેક જગ્યાએ રજૂઆત કરવા છતાં તેમની માંગણી નહીં સ્વીકારાતાં હતાશ થઇ ગયા હતા તેવું કૌટુંબિક ભાઈ અશોકભાઈ ઠાકોરે જણાવ્યું હતું.
100 વર્ષથી રહીએ છીએ
શારદાબેન બાબુજી ભીલ (60)એ જણાવ્યું કે, આ મકાન મારા પિતાજી કચરાજી વિરાજી ભીલનું છે. છેલ્લા 100 વર્ષથી આ મકાન ભોગવટો અમારી પાસે છે.
વિશેષ ટિપ્પણી: ટ્રસ્ટ કરતાં સરકારી તંત્ર આત્મ- વિલોપન માટે વધારે જવાબદાર
સરકારી તંત્રની સામાન્ય અને ગરીબ વર્ગના લોકોની રજૂઆતો માત્ર પસ્તી સમજી કાર્યવાહી નહીં કરવાની'સરકારી રીત' નું વધુ એક પરિણામ પાટણમાં જોવા મળ્યું છે. ચંદ્રસિંહ પોતાની ઘરની આગળ દીવાલ બનાવથી રસ્તો સાંકડો થઇ જતાં દીવાલ થોડી આગળ બનાવવાની રજૂઆત મંદિર ટ્રસ્ટને કરી હતી. આ જમીન કોઇની વ્યક્તિગત માલિકની હતી નહીં. એટલે મંદિર ટ્રસ્ટ પણ માનવીય અભિગમ બતાવીને સમસ્યાનો ઉકેલ લાવી શક્યો હોત. બીજી બાજુ નગરપાલિકાને એક અઠવાડિયા પહેલા પણ રજૂઆત કરાઇ હતી.
પણ અરજીને કચરાના ઢગલામાં નાખી દેવાઇ હતી. જો અરજીમાં આત્મવિલોપનની ચીમકી આપી હોત તો તંત્ર તરત આ માણસને પકડવા (શોધવા) માણસોની ફોજ ઉતારી દેત. નગર પાલિકા અથવા અન્ય વિભાગ ઇચ્છતા તો શાંતિથી આ સમસ્યાનો ઉકેલ આવી જતો પણ અણઘડ વહીવટમાં આવી અપેક્ષા કરવી વ્યર્થ છે. એટલે ટ્રસ્ટથી વધારે આ આત્મવિલોપન માટે તંત્ર જવાબદાર છે. આત્મ વિલોપનની ઘટના પછી તંત્ર હવે જાગશે આવી અપેક્ષાયે નિરર્થક છે.: - દેવેન્દ્ર તારકસ, સંપાદક
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.