તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવસખોર:પાટણમાં યુવકે નામ બદલી મિત્રતા કરી, લગ્નની લાલચે દુષ્કર્મ કરતા યુવતિ ગર્ભવતી થતા ભાંડો ફૂટ્યો

પાટણ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગેસ્ટ હાઉસ અને અવાવરૂ જગ્યાઓ પર યુવતીની મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધ્યા
  • કરિયાણાની દુકાનમાં નોકરી કરતા શખ્સે 6 મહિના સુધી યુવતીનો પીછો કરી ફસાવી

પાટણ શહેરના એક યુવકે પોતાનું નામ બદલી યુવતીનો પીછો કરી તેને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. તેમજ યુવતી સાથે દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી દેતાં આખરે યુવતીએ આ યુવક વિરૂદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મોબાઈલ નંબરની ચિઠ્ઠીઓ ફેંકી વાત કરવાનું કહેતો
પાટણ શહેર એ ડીવીઝન પોલીસ મથકમાં શહેરમાં રહેતી એક યુવતીએ ફરિયાદ નોંધાવી છે કે આજથી બે વર્ષ અગાઉ જ્યારે તે ગંજ બજારમાં કામ અર્થે જતી આવતી હતી. ત્યારે એક કરિયાણાની દુકાનમાં નોકરી કરતા યુવક સાથે પરિચય થયો હતો. ત્યારે તેણે પોતાનું સાચુ નામ સતીષ હોવા છતાં સચિન નામ જણાવ્યું હતું. સતત મિત્રતા કરવાની વાતો કરતો હતો. અને આવતા જતા યુવતીઓ પીછો કરી મોબાઈલ નંબરની ચિઠ્ઠીઓ ફેંકી વાત કરવાનું કહેતો હતો.

અવાવરૂ જગ્યા પર યુવતીની મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધ્યા
6 મહિના સુધી પીછો કર્યા બાદ આખરે યુવતીએ વિશ્વાસમાં આવી જઈ મોબાઈલ ઉપર વાતચીત શરૂ કરતાં સતીષકુમાર નાનજીભાઈ પરમાર નામના શખ્સ યુવતીને લગ્નની લાલચ આપી તેને અલગ અલગ ગેસ્ટ હાઉસ અને અન્ય અવાવરૂ જગ્યાઓ ઉપર લઈ જઈ યુવતીની મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધ્યા હતા. અને થોડાક સમય અગાઉ યુવતીની તબિયત બગડતાં સારવાર લેવા જતાં યુવતી ગર્ભવતી હોવાનું જણાયું હતુ. તેથી યુવતીના પરિજનોને પણ આ સમગ્ર મામલે જાણ થઈ હતી. આખરે યુવતીએ સતીષકુમાર નાનજીભાઈ વિરૂદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...