દુકાનોમાં આકસ્મિક તપાસ:પાટણમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની ટીમનું સંયુક્ત ઓપરેશન, સસ્તા અનાજની દુકાનો અને ગોડાઉનોનું ચેકિંગ હાથ ધર્યું

પાટણ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં કાર્યરત વ્યાજબી ભાવની દુકાનો અને ગોડાઉનોની વિસ્તૃત માહિતી પુરવઠા અધિકારીએ તપાસ ટીમને આપી

નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત ગુજરાતમાં કાર્યરત મા અન્નપૂર્ણા યોજનાની સમીક્ષા અર્થે કેન્દ્ર સરકાર અને રાજય સરકારની સંયુક્ત ટીમે શુક્રવારના રોજ પાટણ જિલ્લામાં આકસ્પિક ચેકિંગ હાથ ધર્યું હતું. જિલ્લામાં ટીમે વ્યાજબી ભાવની દુકાનો તેમજ દુકાન માલિકોના ગોડાઉન ઉપર આકસ્મિક તપાસ હાથ ધરી લોકો પાસેથી માહિતી એકત્ર કરી હતી.

તપાસ ટીમને દુકાનો અને ગોડાઉનોની માહિતી અપાઈ
આ બાબતે મળતી હકીકત મુજબ કેન્દ્ર અને રાજ્ય સરકારની સંયુક્ત ટીમ દ્વારા શુક્રવારના રોજ પાટણ શહેર અને સરસ્વતી તાલુકાની કેટલીક વ્યાજબી ભાવની દુકાનો તેમજ તેના ગોડાઉનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. પાટણ જિલ્લામાં કાર્યરત વ્યાજબી ભાવની દુકાનો અને ગોડાઉનોની વિસ્તૃત માહિતી પાટણ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા તપાસ ટીમને આપવામાં આવી હતી. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સંયુક્ત ટીમ દ્વારા મા અન્નપૂર્ણા યોજના અંતર્ગત વ્યાજબી ભાવની દુકાનોની તેમજ ગોડાઉનની તપાસ કામગીરીમાં કેન્દ્ર સરકારના અધિકારી દિલીપ શર્મા, એમ એલ છીમ્પા, આસિસ્ટન્ટ ડાયરેક્ટર અર્પણ કોરડીયા, કે.એમ.મેસરવાલા સહિતનાઓની ટીમ સાથે પાટણ જિલ્લા પુરવઠા અધિકારી અક્ષય પારધી જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...