કાર્યવાહી:પાટણમાં કારમાં લઈ જવાતાં એક પાડો અને બકરો છોડાવ્યા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે સામે પશુ ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમનો ગુનો

પાટણ શહેરમાં જીવતા પશુઓને લઇને કારમાં વહન કરતાં બે શખ્સોને સોમવારે ઝડપી પાડ્યા હતા. પોલીસે પશુ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ મુજબ ગુનો નોંધાયો હતો. પાટણ શહેર એ ડિવિઝન પોલીસ સોમવારે સાંજે પાટણ શહેરના રંગીલા હનુમાન પાસે પેટ્રોલીંગમાં હતી. તે વખતે અલ્ટો કારમાં જીવતા બે પશુઓ લઇને વહન કરતા બે શખ્સો પકડાયા હતા.

ત્યારે એક પાડો અને એક બકરો સાથે બે શખ્સો સિન્ધી કરીમભાઇ ઇસ્માલભાઇ રહે.પાટણ અને સિન્ધી નજીરભાઇ વલીભાઇ રહે.વડલીને ઝડપી પાડ્યા હતા. પોલીસે પાટણ પોલીસ મથકે કારમાં હલન ચલન ન કરી શકે તે રીતે જીવોને ભરી જકડી રાખેલા બે શખ્સો સામે પશુ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ મુજબ ગુનો નોંધાયો હતો. તેની તપાસ અધિકારી એએસઆઇ જયંતીભાઇ કરશનભાઇ રાઠોડ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...