ચોરી:પાટણમાં આધેડ મહિલાનું મોઢું દબાવી રોકડ અને ઘરણાં મળી 1 લાખની લૂંટ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરના આનંદ સરોવર નજીક રાજરત્ન ડુપ્લેક્ષમાંની ઘટના
  • રાત્રે ઘરમાં ઘૂસેલા ત્રણ શખ્સોએ મહિલાને બાથરૂમમાં પુરવા પ્રયાસ કર્યો

પાટણ શહેરના આનંદ સરોવર નજીક આવેલ રાજરત્ન ડુપ્લેક્સના પ્રથમ મકાનમાં એકલવાયું જીવન જીવતા આધેડ મહિલાના મકાનનો પાછળનો દરવાજો ખોલી અજાણ્યા ત્રણ લબર મુછીયા રવિવારની મોડી રાત્રે આશરે 3:30 કલાકના સુમારે ઘરમાં જબરજસ્તીથી ઘૂસી મહિલાનું મોઢું દબાવી તિજોરીમાં પડેલી રોકડ રકમ અને સોનાના દોરાની લૂટ ચલાવી ફરાર થઈ ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

રવિવારે રાત્રે શહેરના આનંદ સરોવર નજીક આવેલ રાજરત્ન ડુપ્લેક્સના પ્રથમ મકાનમાં એકલવાયું જીવન જીવતા ઉમિલાબેન શાંતિલાલ સોનીના મકાનના પાછલા ભાગના દરવાજાની જાળી તોડી લબરમૂછીયા ઘરમાં ઘૂસી ગયા હતા. આ સમયે મહિલા જાગી જતાં ગભરાઈ ગયાં હતાં પણ એ કાંઈ વિચારે તે પહેલા ત્રણેય તસ્કરોએ મહિલાનું મોઢું દબાવી બાથરૂમમાં પુરી દેવાની કોશિશ કરી હતી.

પરંતુ મહિલા દ્વારા આજીજી કરતાં તસ્કરોએ તિજોરીમાંથી રોકડ રકમ રૂ. 26 હજાર અને બે તોલા વજનની સોનાની ચેન મળી અંદાજિત રૂ. 1 લાખનાં મુદ્દામાલની તસ્કરી કરી પલાયન થઈ ગયા હતા. મહિલાએ રાત્રે જ પોતાના શિહોરી ખાતે રહેતા પરિવારજનો સહિત આજુબાજુના લોકોને જાણ કરતાં પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટાફે રાત્રે જ ધટના સ્થળે દોડી આવી તસ્કરી કરી પલાયન થયેલાં અજાણ્યા ત્રણેય તસ્કરોની શોધ ખોળ હાથ ધરી હતી. હાલ આ અંગે અરજી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...